વાવ તાલુકામાં વ્યાજખોરના આતંકને દૂર કરવા આવેદપત્ર આપવામાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-22 11:02:28
  • Views : 604
  • Modified Date : 2019-07-22 11:02:28

વાવ તાલુકામાં ફાયનાન્સ પેઢીઓ ચલાવનારા લોકોનો ત્રાસ વધવા પામ્યો છે. તેવામાં સ્થાનિક લોકોને જયારે નાણાની જરૂર પડે ત્યારે તેવા જરૂરિયાતમંદ લોકો ફાયનાન્સ પેઢીના લોકોનો સંપર્ક કરી નાણા મેળવતા હોય છે. તેવા સમયે આ પેઢીઓ દ્વારા જરૂરિયાતમંદ  લોકો પાસેથી ૧૦ થી ૧૨% લેખે વ્યાજ વસુલવામાં આવતા
સ્થાનિક લોકોને ભારે તકલીફ પડતી જાવા મળી રહી છે.
આમ બ.કાં.નો વાવ તાલુકો પછાત માનવામાં આવે છે. આ તાલુકામાં સૌથી ગરીબ પરિવારો વસવાટ કરી રહ્યા છે. તેવામાં આ પ્રકારની પેઢીઓ દ્વારા વ્યાજ વસુલાતા સ્થાનિક લોકો કેટલીક વખત ખરાબ પગલા ભરતા જાવા મળી શકે છે. જયારે કેટલાંક પરીવારો દિજરત કરતા પણ જાવા મળે છે.
આમ આ વિસ્તારમાંથી વ્યાજખોરો દ્વારા વસુલવામાં આવતી વ્યાજની રકમોને દૂર કરવામાં આવે તેવી માંગ સાથે વાવ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. 

Download Our B K News Today App



Related News