સેક્ટર ૨૨માં રોડને ૪ લેન કરવાના પ્લાનમાં વૃક્ષોને બચાવવા ફેરફાર કરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-20 12:02:59
  • Views : 294
  • Modified Date : 2021-01-20 12:02:59

ગાંધીનગર મહાનગર
પાલિકાએ સ્માર્ટ સિટી અંતર્ગત સેક્ટર ૨૨માં અને અન્ય સેક્ટરોમાં આંતરિક મુખ્ય માર્ગને પહોળા કરવાની યોજના હાથ ધરી છે. ત્યારે રોડ પહોળો કરવામાં અડચણ બનતા ૧૨૯ વૃક્ષ હટાવવા તંત્રએ માર્કિંગ કરતા પ્રકૃત્તિ પ્રેમીઓએ વર્ષો જુના આ વૃક્ષો નહીં હટાવવા માટે માગણી કરી હતી.
પર્યાવરણ પ્રેમીઓની આ વાતને ગંભીરતાથી લઇને મેયર રીટાબેન પટેલે વન વિભાગ અને મહાનગર પાલિકાના અધિકારીઓ સાથે ગત સપ્તાહે બેઠક યોજીને સેક્ટર ૨૨ અને અન્ય સેક્ટરોમાં પણ રસ્તા
પહોળા કરવામાં આવે ત્યારે ઓછામાં ઓછા વૃક્ષો હટાવવા
પડે તે પ્રકારે નવેસરથી પ્લાન તૈયાર કરવા જણાવ્યુ હતું.
આખરે પ્લાનમાં ફેરફાર કરીને તંત્ર દ્વારા અગાઉ માર્કિંગ કરાયેલા ૧૨૯માંથી ૩૯ વૃક્ષને બાકાત કરાતા તે હવે જેમના તેમ રહેશે. જ્યારે રસ્તાને પહોળો કરવામાં આડે આવતા ૯૩
પૈકીના ૪૫ જેટલા વૃક્ષને અન્ય સ્થળે રી ટ્રાન્સપ્લાન્ટ કરવા ર્નિણય લેવાયો છે. તેથી માત્ર ૪૫ વૃક્ષોને દુર કરવાના રહેશે. પરિણામે કુલ મળીને ૮૩ વૃક્ષને બચાવી લેવામાં સફળતા મળી હોવાનું તંત્રના અધિકારીઓએ જણાવ્યુ છે. બીજી બાજુ મહાનગર પાલિકા દ્વારા
પાટનગરની હરિયાળીમાં વધારો કરવા માટે સઘન અને કાયમી આયોજન કરાયું છે. તેના સંદર્ભમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પી સી દવેએ જણાવ્યું કે મહાનગર પાલિકા દ્વારા વન વિભાગને વૃક્ષોના વાવેતર અને ઉછેર માટે ગ્રાન્ટ અને
રોપા-છોડની સુરક્ષા માટે ટ્રી ગાર્ડની ફાળવણી કરવામાં આવશે. વૃક્ષોને બચાવવાની માગણી કરતા પર્યાવરણ પ્રેમીઓની વાત સાથે સહમત થવાની સાથે અધિકારી સુત્રોએ જણાવ્યું કે ધમધમતા રહેતા સેક્ટરોમાં મુખ્ય આંતરિક માર્ગ પર ટ્રાફિકનું ભારણ વધ્યુ છે. રસ્તા પહોળા થવાથી વસાહતીઓની સુવિધામાં વધારો થવાનો છે. તંત્રએ વૃક્ષારોપણની પ્રવૃત્તિને હંમેશા મહત્વ આપ્યુ છે અને છેલ્લે ચોમાસાના દિવસોમાં મહાનગર પાલિકાએ શહેરમાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર માટે ખાસ ઝુંબેશ ચલાવીને પ્રોત્સાહન આપ્યુ હતું. ત્યારે વૃક્ષપ્રેમી અને પર્યાવરણપ્રેમી નાગરિકો, સંસ્થાઓ અને વન તંત્રના સહકારથી ૩૦ હજાર જેટલા છોડ વાવવામાં આવ્યા હતાં. ઉછરતા છોડને બચાવવા માટે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને નગરસેવકો દ્વારા ૧૩,૫૦૦ ટ્રી ગાર્ડનું વિતરણ કરાયુ હતું. પાટનગરમાં વૃક્ષો નહીં હટાવવાની વાત યોગ્ય જ છે. આ મુદ્દાને ધ્યાને રાખીને જ રસ્તા પહોળા કરવાના આયોજનમાં ફેરફાર કરાયો છે અને વધુમાં વધુ વૃક્ષોને બચાવી લેવામાં આવનાર છે.

Download Our B K News Today App



Related News