વાવાઝોડાંએ ભૂતેડીને ઘમરોળી નાખ્યું,વૃક્ષો તૂટી પડયા, છાપરાં ઉડ્‌યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-03 12:14:02
  • Views : 591
  • Modified Date : 2020-07-03 12:14:02

પાલનપુર તાલુકાના ભૂતેડી અને વાઘરોળ ગામે બુધવારના સાંજે વાવાઝોડું ત્રાટક્યું હતું. લગભગ ૧૫ -૨૦ મિનિટ સુધી તેજ ગતિએ
ફૂંકાયેલા વાવાઝોડાના કારણે અનેક વૃક્ષો તૂટી
પડ્‌યા હતા. તો કેટલાક મકાનોના છાપરા ઉડી ગયા હતા. ત્યાર બાદ અડધો કલાક સુધી વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભૂતેડીમાં એક વૃક્ષ જીપ ઉપર તુટી પડતા જીપને નુકસાન થયુ હતું.  જ્યારે દિયોદર તાલુકાના મીઠી પાલડી ગામના અર્જુનસિંહ વાઘેલાના ખેતરમાં વીજળી પડી હતી. જેમાં માલધારીઓની ચાર ગાયોના મોત નિપજયા હતા. જેમાં ત્રણ ગાય ગોકુળભાઈ રબારી અને એક ગાય મહાદેવભાઇ રબારીની હતી. વરસાદ સાથે વીજળી પડતા ગાયનાં મોત થતા માલધારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.
આ અંગે માલધારીએ જણાવ્યું હતું કે અમે મજૂરી કરીએ છીએ અને ગાયો અમારી જીવાદોરી માનવામાં આવે છે. ગાય ઉપર અમારું જીવન નભતું હતું. જ્યારે વિજળી પડતા અમને દોઢેક લાખ જેટલું નુકસાન થયું છે. તો સરકાર કંઈક મદદ કરે એવી અમે માંગ કરીએ છીએ. અમે ગરીબ લોકો જેના પર અમારું જીવન ગુજારતા હતા તે ભગવાને અમારી પાસેથી છીનવી લીધું છે. તો સરકાર અમારી મદદ કરે એવી આશા છે.
 જ્યારે ધાનેરામાં મોડી રાત્રે અચાનક વાવાઝોડા સાથે ૨૦ મીનીટમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડતાં ધાનેરાની ગટરો ઉભરાઇ હતી. અને પાણી મુખ્ય રસ્તાઓ ઉપર ફરી વળ્યાં હતા. આ
પાણી સરકારી હોસ્પટલમાં ભરાઇ જતાં હોÂસ્પટલ બેટમાં ફેરવાઇ હતી. તેમજ ડોક્ટરના ક્વાટર્સમાં પાણી ઘૂસી જાય ત્યાં સુધી વરસાદ બંધ થતાં ક્વાટર્સમાં પાણી ભરાતા બચ્યા હતા. નગરપાલિકા દ્વારા રોડ ઉપર રોડ બનાવવામાં આવતા રસ્તાઓ ઉંચા થયા છે જ્યારે હોÂસ્પટલનું કેમ્પસ નીચું હોવાથી આ સમસ્યા દર વખતે ઉભી થાય છે. બીજી તરફ વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

Download Our B K News Today App



Related News