વાવના તખતપુરા ઢબાવાળા માતાજીના સાનિધ્યમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-26 12:07:55
  • Views : 405
  • Modified Date : 2019-09-26 12:07:55

વાવ તાલુકાના તખતપુરા શ્રીરામ આશરા અન્નક્ષેત્ર ટ્રસ્ટ સંચાલિત શ્રી ઢબાવાળા માતાજીનું ઐતિહાસિક મહત્વ ધરાવતું મંદિર આવેલ છે. જે ખુદ શ્રીરામ આશરા અન્નક્ષેત્ર ટ્રસ્ટના મહંત  પ્રભુદાસજી મહારાજે રાજસ્થાનથી માતાજીની પ્રતિષ્ઠા રામ આશરા ધામ ખાતે કરી હતી. આ મંદિર શ્રદ્ધાળુઓની આસ્થાનું સ્થાન બન્યુ છે. ત્યારે આશ્રમના મહંત  મહામંડલેશ્વર જાનકીદાસજી મહારાજના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
શ્રીરામ આશરા અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તખતપુરા ધામ ખાતે રૂ. ૨.૮૦ કરોડના ખર્ચે વિશાળ શ્રી રામજી મંદિર બનાવવામાં આવનાર છે. અહીં આવતાં લાખ્ખો શ્રદ્ધાળુઓને વિનામૂલ્યે ભોજનપ્રસાદ સહિત રહેવા જમવાની વ્યવસ્થાઓ તદ્દન મફત કરી શ્રદ્ધાળુઓની સેવામાં ૧૨૫ વર્ષથી સંતો મહંતોએ સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમામાં આવતાં શ્રદ્ધાળુઓની અવિરતપણે સેવાઓ કરી રહ્યા છે. ત્યારે આવનાર સમયમાં શ્રીરામ આશરા ધામ દ્વારા તખતપુરામાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
આ અંગે આશ્રમના મહંત શ્રી મહામંડલેશ્વર જાનકીદાસજી મહારાજે જણાવ્યું હતું કે શ્રી ઢબાવાળા માતાજીના મંદિરે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૨૦થી પણ વધારે વૃક્ષોનું જતન થાય તે માટે કટિબદ્ધ છીએ. તો વળી ગુલાબ, લીમડો, શિવજટા, ચંપો, મોગરો, બોરસલી, સહિત અનેક વૃક્ષો વાવી પર્યાવરણનું જતન કરવાની મહંતે નેમ લીધી છે.


Download Our B K News Today App



Related News