ગઢ ખાતે બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીની ઉપÂસ્થતિમાં વૃક્ષારોપણ કરાયુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-03 11:37:13
  • Views : 651
  • Modified Date : 2019-09-03 11:37:13

બનાસકાંઠાના ગઢ ખાતે સોમવારે બનાસડેરીના સૌજન્યથી ગઢ દુધમંડળીના સંયુક્ત ઉપક્રમે ડેરીના ફોર્ડર ફાર્મ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી ઉપÂસ્થત રહ્યા હતા. 
પશુપાલકોને આહવાન કર્યુ હતું કે દરેક વ્યકિત પાંચ વૃક્ષોનું જતન કરે અને આવનારા સમયમાં બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવે. દસ વર્ષમાં દસ કરોડ વૃક્ષો વાવવાના સંકલ્પ સાથે બનાસ ડેરીએ જે અભિયાન છેડયું છે તેમાં જિલ્લાભરના  લોકાએ ઉપાડી લીધુ  છે. અને આગામી વર્ષોમાં જિલ્લાને હરીયાળો બનાવી દેશે. વધુમાં શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે લોકો ચબુતરા બનાવી પક્ષીઓ માટે ચણ નાખે છે. તો તેની સાથેસાથે વડ કે
પીંપળા ના વૃક્ષો વાવી તેનો ઉછેર કરવામાં આવે તો હજારો પક્ષીઓ તેના ફળ ખાય અને વૃક્ષ જતનથી જીવદયાનું પણ કામ થાય. ઉપÂસ્થત તમામ લોકોને પોતાના ઘરે પ્રસંગ નિમિત્તે  વૃક્ષ આપી સન્માન કરી વૃક્ષોનું જતન કરવાની અપીલ કરી હતી. પાલનપુર ધારાસભ્ય મહેશ પટેલ દ્વારા પણ
પર્યાવરણના જતન માટે દરેક લોકો પોતાની અંગત જવાબદારી સમજીને વધુમાં વધુ વૃક્ષો વાવે તેવી અપીલ કરી હતી.  ગઢ ખાતે દુધમંડળીનું ૨૪ વીધા જમીનનું ફાર્મ આવેલુ છે. તેમાં  એક હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્ય  મહેશભાઈ પટેલ, તેમજ બનાસડેરીના એમડી કામરાજભાઈ, ભાજપના આગેવાનો તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો, ગઢ તેમજ આજુબાજુના ગામલોકો, ખેડૂતો અને પશુપાલક બહેનો હાજર રહી હતી.


Download Our B K News Today App



Related News