ડીસા શહેરમાંથી વૃદ્ધનું અપહરણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-18 11:24:41
  • Views : 594
  • Modified Date : 2019-08-18 11:24:41

ડીસા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિનપ્રતિદિન કથળતી જઇ રહી છે. ત્યારે ડીસા શહેરના સૌથી ભરચક વિસ્તારમાંથી ગતરોજ એક પ્રોઢવયના દેવીપૂજકનું
અપહરણ કરવામાં આવ્યું હોવાના તેના પરિવારજનોએ આક્ષેપો કર્યા હતા. જ્યારે
પોલીસ આ પરિવારની ફરિયાદ લેવામાં ગલ્લા તલ્લા કરી રહી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ દેવીપૂજક પરિવારના ૬૦ વર્ષિય  ચતરાભાઈ ગતરોજ સવારના સમયે ડીસાના ગાયત્રી મંદિર નજીક તેમના કામકાજ અર્થે ગયેલા હતા. તે દરમ્યાન ચતરાભાઈના સગાભાઈ રાયાભાઈ રાજુભાઇ દેવીપૂજક તેમના પુત્રો સાથે આવ્યા અને ચતરાભાઈને બળજબરીપૂર્વક ઉઠાવીને ગાડીમાં નાંખીને
અપહરણ કરી ગયા હતા. આ ઘટના બની ત્યારે ઘટનાસ્થળે ઉભેલા લોકોએ આ અંગે ચતરાભાઈના પÂત્નને જાણ કરી હતી. ચતરાભાઈના  પÂત્ન ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમના પતિના થયેલા અપહરણ અંગે ડીસાના વિવિધ પોલીસ મથકે પહોંચી હતી.
પરંતુ પોલીસ આ મહિલાની ફરિયાદ લેવાનો ધરાર ઇનકાર  કરી દેતા તેમના પÂત્ન જહુબેન દેવીપૂજકે તેમની આપવીતી કેમેરા સામે વ્યક્ત કરી હતી. ડીસામાં કાયદો અને વ્યવસ્થા સાચવતી પોલીસ લોકોને સુરક્ષા આપવામાં નિષ્ફળ જઇ રહી છે.  બીજી બાજુ પોલીસ લોકો જ્યારે ન્યાય માટે પહોંચે ત્યારે પણ ફરિયાદ લેવામાં ગલ્લા તલ્લા કરી રહી છે. ત્યારે પોલીસની કામગીરી શું છે તેના પર સવાલો ઊભા થયા છે.

Download Our B K News Today App



Related News