બપોરે 1 વાગ્યા સુધીમાં 30 ટકા મતદાન, મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો, પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલે મતદાન કર્યું.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2021-02-28 14:03:16
- Views : 251
- Modified Date : 2021-02-28 14:03:16
વડોદરા જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની 290 બેઠકો માટે આજે સવારથી મતદાન શરૂ થયું છે. જેમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 30 ટકા જેટલુ મતદાન થયું છે. કુલ 10.56 લાખ મતદારો 770 મતદારોનું ભાવિ નક્કી કરશે. વડોદરા નજીક આવેલા આમલીયારા ગામમાં 90 વર્ષના જડાબેન વૃંદાવનભાઇ પટેલે મતદાન કર્યું હતું. તેઓએ મતદાન કર્યાં બાદ જણાવ્યું હતું કે, મતદાન મારો અધિકાર છે અને સ્વચ્છ અને સારી સરકાર માટે મતદાન કરવુ જરૂરી છે. મે અત્યાર સુધીની તમામ ચૂંટણીમાં મતદાન કર્યું છે અને લોકશાહીને જીવીત રાખવા જીવીશ ત્યાં સુધી મતદાન કરતી રહીશ. આ ઉપરાંત દાહોદ, પંચમહાલ, મહીસાગર અને નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુર જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે.
ડભોઇના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલે ડભોઇના વોર્ડ નં-1ના સ્વામિનારાયણ મંદિરના મતદાન મથક પર પત્ની સાથે મતદાન કર્યું હતું. વડોદરા જિલ્લા પંચાયતની જરોદ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર દિલીપ ભટ્ટે તેમના ગામ આમલીયારામાં મતદાન કર્યું હતું અને તેમના પત્ની, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને દેણા તાલુકા પંચાયતના ઉમેદવાર પન્નાબેન ભટ્ટે પણ મતદાન કર્યું હતું. આ ઉપરાંત વડોદરા નજીક આવેલા મંજૂસર ગામમાં મતદાન માટે મતદારોએ લાંબી-લાંબી લાઈનો લગાવી હતી અને લોકોએ વિકાસના મુદ્દે મતદાન કરવાની વાત કરી હતી. વડોદરા નજીક આવેલા કોટાલી ગામમાં પણ કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે સેનેટાઈઝ અને સ્ક્રિનિંગ કર્યાં બાદ જ મતદાન મથકમાં મતદાન કરવા માટે મતદારોને જવા દેવામાં આવે છે. દેણા ગામમાં મતદારોએ મતદાન માટે લાઇનો લગાવતા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હતો.
આજે વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને જીલ્લા પોલીસ દ્વારા ગ્રામ્ય વિસ્તાર અને ટાઉન વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વડોદરા જિલ્લાના 880 બિલ્ડીંગમાં 1180 મતદાન મથકમાં ચૂંટણી યોજાઇ રહી છે. જેના માટે 4 ડીવાયએસપી, તથા 10થી વધુ પીઆઇ અને પીએસઆઇ તથા 700 પોલીસ કોન્સ્ટેબલ, એસઆરપીના 125 જવાનો તથા જીઆરડીના 1804 જવાનો તથા અન્ય શહેરો અને જીલ્લામાંથી 678 પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ પણ કરી રહ્યું છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાદરા નગરપાલિકાના 6 જેટલા વોર્ડ અને જિલ્લા પંચાયતની 6 બેઠકો સહિત તાલુકા પંચાયતની 26 બેઠકો માટે ચૂંટણી યોજાઇ રહી છે.પાદરા નગરપાલિકાના 6 જેટલા વોર્ડમાં 24 બેઠકો માટે 33 બૂથો માટે ચૂંટણી યોજાઇ રહી છે. એવી જ રીતે પાદરામાં 6 જિલ્લા પંચાયતની બેઠકો તેમજ 26 તાલુકા પંચાયતની બેઠકો માટે યોજાનાર ચૂંટણી માટે પાદરા તાલુકામાં 196 બૂથો પર મતદારો મતદાન કરી રહ્યા છે.
વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શાલિની અગ્રવાલના માર્ગદર્શન અને રાજ્ય ચૂંટણી પંચના દિશા નિર્દેશો પ્રમાણે જિલ્લા ચૂંટણી તંત્ર ખાસ કરીને પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ મતદારો નું મતદાન સરળ બનાવવાની વિશેષ વ્યવસ્થા કરે છે. તેના અનુસંધાને સુગમ્ય ચૂંટણીઓના સૂત્રને સાકાર કરવા જ્યાં દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે, તેવા મતદાન મથકો ખાતે 140 જેટલી વ્હીલ ચેર અને તેટલા જ સ્વયં સેવકો મુકવામાં આવ્યા છે.
વડોદરા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મયંક ત્રિવેદીએ જણાવ્યું કે, આ સ્વયં સેવકોએ મતદાનના પ્રારંભથી જ જરૂરિયાતમંદ મતદારોનું મતદાન સરળ બનાવવા વિવિધ રીતે સહાયક બનવાની સેવા શરૂ કરી દીધી છે. તેઓ દિવ્યાંગ મતદારો ઉપરાંત વડીલો, સગર્ભા મહિલાઓને જરૂરી સહાયતા કરે છે. જરૂરિયાત વાળા ને હાથ સાહીને અથવા વ્હીલ ચેરમાં મતદાન મથક સુધી લઈ જાય છે અને આવા મતદારોને નિયમ પ્રમાણે મતદાન કરવાની અગ્રતા મળે તેની કાળજી લઈ રહ્યાં છે.
વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શાલિની અગ્રવાલે કોઇપણ ચૂંટણી હોય, મતદાનના દિવસે કલેકટર કચેરીના ધારાસભા હોલમાં ઉપકરણો થી સુસજ્જ નિયંત્રણ કક્ષ શરૂ કરવાની પરંપરા સ્થાપી છે. તે પ્રમાણે આજે વહેલી સવારથી નિયંત્રણ કક્ષની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. તથા વિવિધ તાલુકા અને નગરપાલિકાઓ સાથે સંકલન કરીને પ્રત્યેક સ્થળે મતદાન સમયસર શરૂ થવાની ખાત્રી કરવાની સાથે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતી. નિવાસી અધિક કલેક્ટર અને અધિકારીઓએ તેની કામગીરી સંભાળી લીધી હતી.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 21
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 43
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 174
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 157
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 103
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 76
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 84
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 83
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 73
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 67
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 65
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 139
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 75
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 63
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 82
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 89
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 114
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 74
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 73
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 80
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 65
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 75
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 73
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 74
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 64
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 76
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 68
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 76
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 113
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 60
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 69
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 74
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 58
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 120
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 59
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 52
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 56
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 56
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 60
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 113
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 54
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 76



