વીજ વિભાગના કર્મચારીઓ પણ કોરોના વોરિયર્સ બન્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-10 12:11:56
  • Views : 684
  • Modified Date : 2020-06-10 12:11:56

હિમતનગર તાલુકાના મહેતાપુરા ફીડર હેઠળના વિસ્તારમાં ઉ.ગુ.વી.કં.લી. હિમતનગરના નાયબ
કાર્યપાલક ઈજનેર જે.જે.દેસાઈના નેતૃત્વ હેઠળ માલીવાડા વિસ્તારમાં ઈલેક્ટ્રિકલ સમારકામ હાથ ધરવામાં આવ્યું. સર્વિસ લાઈન બદલવા સહિત ડી.પી.,
વીજપોલ, વીજલાઈન વગેરેનું તમામ પ્રકારનું મેન્ટેનન્સ વીજકર્મીઓ દ્વારા કરવામાં આવ્યું.
કોવિડ-૧૯ થી રક્ષિત થવા માટે સરકાર દ્વારા જાહેર કરાયેલ લોકડાઉનના સમયગાળા દરમિયાન હિમતનગર શહેર સહિત તમામ ગ્રામ્ય વિસ્તારોમાં રાત-દિવસ પ્રજાજનોને અવિરત વીજપુરવઠો મળી રહે તેવી સંતોષકારક કામગીરી ઉ.ગુ.વી.કં.લી. ના વીજકર્મીઓ દ્વારા કરવામાં આવી રહી છે. કોરોના વોરિયર્સ તરીકે પ્રજાને ઈલેક્ટ્રિસીટી બાબતે કોઈ પણ પ્રકારની અગવડ કે તકલીફ ના પડે તે માટે આ વીજકર્મીઓ સતત રાત-દિવસ ખડેપગે કામગીરી કરતા જોવા મળે છે. ના.કા.ઈ. જે.જે.દેસાઈના જણાવ્યા મુજબ લોકડાઉન દરમ્યાન મૌખિક, ટેલિફોનિક અને ઓનલાઈન વીજ ફરિયાદોનો ઝડપી, સંતોષકારક ત્વરિત ગતિએ નિકાલ કરવામાં આવે છે. તેમજ હિમતનગર ઉ.ગુ.વી.કં.લી. ના તાબા હેઠળના વિસ્તારમાં પ્રજાને કોઈ હાલાકી ભોગવવી ન પડે તે માટે સુચારૂ અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવેલ છે. મેડિકલ સ્ટાફ, મહેસૂલી સ્ટાફ, પોલીસ સ્ટાફ સહિત વીજ વિભાગના કર્મચારીઓ પણ કોરોના વોરિયર્સ તરીકે બિરદાવવા લાયક કામગીરી કરે છે.

Download Our B K News Today App



Related News