ડીસાપાલિકા પ્રમુખ દ્વારા ૪૫ કોરોના વોરિયર્સનું સન્માન કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-12 12:01:05
  • Views : 344
  • Modified Date : 2020-12-12 12:01:05

સમગ્ર દુનિયાને કોરોનાવાયરસએ પોતાના સકંજામાં લીધો છે. ત્યારે નાગરિકોની સેવામાં આરોગ્ય વિભાગ, વહીવટી તંત્ર અને સ્થાનિક તંત્રની કોરોનાને લગતી કામગીરી કરવાની જવાબદારી અનેકગણી વધી ગઈ હતી. જેમાં ડીસા
પાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓ પણ કોવિડ-૧૯ની કામગીરીમાં ખંતથી કામગીરી કરી રહ્યા હતા. ત્યારે ડીસા પાલિકાના  વર્તમાન બોર્ડની મુદત ૧૨ ડીસે.'૨૦ના રોજ પૂર્ણ થવા જઈ રહી છે. તેની પૂર્વસંધ્યાએ શુક્રવારે ડીસા પાલિકાના પ્રમુખ શિલ્પાબેન માળીએ કોવિડ-૧૯ માં કોરોના વોરિયર્સ તરીકે કામગીરી કરનારા પાલિકાના ૪૫થી વધુ કર્મચારીઓનું સન્માન પત્ર આપીને બહુમાન કર્યું હતું.

Download Our B K News Today App



Related News