થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે ડિપ્થેરિયા આઈસોલેશન વોર્ડ ઊભો કરવામાં આવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-03 11:44:42
  • Views : 1308
  • Modified Date : 2020-11-03 11:44:42

થરાદ તાલુકામાં ડીપ્થેરિયા જીવલેણ રોગે ભરડો લીધો છે. ત્યારે થરાદ તાલુકાના ૩ ગામોમાં ત્રણ બાળકોના મોત નીપજ્યા છે. તેમજ થરાદ તાલુકાના ૧૦ થી વધારે ગામોમાં શંકાસ્પદ કેસો સામે આવ્યા છે. જેમાં  થરાદ તાલુકાના જમડા ગામની ૧૧ વર્ષની દીકરી દરજી જાગૃતીબેન દિલીપકુમારને ડિપ્થેરિયાના લક્ષણો જણાતા તેને તાત્કાલિક થરાદ રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. અને તેને હાજર રહેલ ડોક્ટરે લક્ષણો દેખાતા તેને પાલનપુર ખાતે ખસેડવામાં આવી હતી.
થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે ડીપ્થેરિયા આઇસોલેશન વોર્ડ અને સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમજ થરાદ તાલુકાના દરેક ગામના લોકોને આરોગ્ય વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે. ઘરે જઈને રસી આપવામાં આવી રહી છે. થરાદ તાલુકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા તાલુકાના કેટલાક ગામોમાં અલગ અલગ ટીમો બનાવી તેની સતત કામગીરી કરવામાં આવી રહી છે.  ડિપ્થેરિયાના લક્ષણો જણાતા તેને તાત્કાલિક
હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. થરાદ તાલુકા હેલ્થ ઓફિસર એચ.વી. જેપાલે થરાદ તાલુકાના લોકોને અનુરોધ કર્યો હતો. અને
કોઇપણ ગામમાં બાળકમાં ડિપ્થેરિયા જેવા કોઈ લક્ષણો જણાય તો તાત્કાલિક અમને જાણ કરવામાં આવે તેમજ તેમના ગામના પી.એચ.સી. માં જાણ કરવામાં આવે અને આના તાત્કાલિક પગલાં અમે ભરી શકીએ તેથી તમામ પ્રજાજનો અમને સાથ સહકાર આપે.

Download Our B K News Today App



Related News