પાલનપુર શહેરના વોર્ડ ત્રણ અને પાંચમાં અનેક સમસ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-24 10:58:04
  • Views : 264
  • Modified Date : 2021-03-24 10:58:04

પાલનપુર શહેરમાં નગરપાલિકામાં વિકાસના નામે મત મેળવી ભાજપની સરકાર બની છે. પરંતુ શહેરમાં જ્યાં ત્યાં ગંદકીના ઢગ તેમજ સફાઈનો અભાવ જાેવા મળે છે.
પાલનપુર નગરપાલિકાના વોર્ડ નં.૩ અને ૫ જેવા કે ભક્તોની લીમડી અને માળીવાસ અત્યારે ગંદકીથી ઉભરાઈ રહ્યો છે. ગટરો સફાઈના અભાવે ઉભરાઈ જતા રસ્તાઓ ઉપર ગંદુ પાણી ફેલાવાતા રોગચાળો ફેલાવાનો ભય સ્થાનિક રહીશોમાં ઉદ્દભવ્યો છે. રહીશોએ પાંચ દિવસ પહેલા નગરપાલિકામાં જઈ લેકિત રજૂઆત કરી હતી પરંતુ આજદિન સુધી કોઈજ કાર્યવાહી કરવામાં આવી નથી. આ વિસ્તારની ગટરો ગંદા પાણીથી ભરેલી પડી છે. નગરપાલિકા દ્વારા કોઈ જ સફાઈ કરવામાં આવતી નથી. ગટરનું પાણી જાહેર રોડ રસ્તાથી આગળ વધી હવે સ્થાનિકોના ઘરમાં પહોંચી ગયું છે. આ કારણે રોગ ચાળો થવાની શક્યતાઓ જાેવા મળી રહી છે. ગંદકી અને ગંદા
પાણીના નિકાલ માટે સ્થાનિકોએ રજુઆત કરવા છતાંય કોઈજ ન ફરકતાં રહીશોએ જાતે ગટરો સાફ કરવા મજબુર બન્યા હતી.  
વિકાસને નામે મત મેળવી પાલનપુર નગરપાલિકાના શાસકો આ અંગે કેવું ઝડપી કામ કરે છે. એ આવનારો સમય બતાવશે. પણ અત્યારે આ ગંદકી સત્વરે સાફ થાય તે જરૂરી છે.

Download Our B K News Today App



Related News