ડીસા કોર્ટમાં અલ્પેશ ઠાકોરનો વોરંટ રદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-06 11:37:19
  • Views : 568
  • Modified Date : 2019-09-06 11:37:19

પૂર્વ ધારાસભ્ય અલ્પેશ
ઠાકોર  ગુરૂવારે ડીસા કોર્ટમાં હાજર થયા હતા. અગાઉ જિલ્લા પોલીસ વડા નીરજ બડગુર્જરે અલ્પેશ ઠાકોર સામે કરેલા બદનક્ષીના કેસમાં હાજર ના રહેતા અલ્પેશ ઠાકોર સામે ધરપકડ વોરંટ જારી થતા  ડીસા કોર્ટમાં હાજર થઈ વોરંટ રદ કરાવ્યું હતું.
પૂર્વ ધારાસભ્ય અલ્પેશ
ઠાકોર ગુરૂવારે ડીસાની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર થયા હતા. અગાઉ બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી વખતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરની આસેડા ખાતે ચૂંટણી સભા યોજાઈ હતી. જેમાં જાહેર સભામાં ચૂંટણી પ્રચાર દરમિયાન અલ્પેશ ઠાકોરે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા નીરજ બડગુર્જર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા અને નીરજ બડગુર્જર દારૂના બુટલેગર
પાસેથી ૪૨ લાખ રૂપિયાનો હપ્તો લેતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. જે મામલે જિલ્લા પોલીસ વડાએ અલ્પેશ ઠાકોર સામે ડીસા કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરી હતી. જે કેસ ડીસાની કોર્ટમાં ચાલતા વારંવાર સમન્સ પાઠવવા છતાં પણ અલ્પેશ ઠાકોર હાજર ન રહેતા કોર્ટે તેમના વિરુદ્ધ
ધરપકડ વોરંટ જારી કર્યુ હતુ. ત્યારબાદ અલ્પેશ ઠાકોર
ધરપકડ વોરંટ રદ કરવા માટે ડીસાની કોર્ટમાં હાજર થયા હતા જ્યાં તેમનું વોરન્ટ રદ થયું હતું અને આગામી ૨૪ સપ્ટેમ્બરના રોજ તેઓને ફરી કોર્ટમાં હાજર રહેવા માટેનો હુકમ થયો છે. ધરપકડ વોરંટરદ થતાં જ અલ્પેશ ઠાકોર સહિત તેમના સમર્થકોએ હાંશકારો અનુભવ્યો છે.

Download Our B K News Today App



Related News