ઇકબાલગઢ બેંક લૂંટ અને હત્યાનો વોન્ટેડ આરોપી ૩૮ વર્ષે ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-11 11:14:58
  • Views : 763
  • Modified Date : 2020-07-11 11:14:58

બનાસકાંઠા જિલ્લાના એક ઈકબાલગઢમાં આવેલી એક બેંકમાં ૩૮ વર્ષ પહેલા ડાકુઓએ ધાડ પાડી હતી. જેમાં રૂપિયા ૧.૩૨ હજારની લૂંટ કરી હતી. આ ઘટનામાં બે નાગરિકો અને એક કોન્સ્ટેબલની હત્યા થઈ ગઈ હતી. આ ગુનાના
આરોપીને ૩૮ વર્ષ બાદ જિલ્લાની એસ.ઓ.જી., એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે રાજસ્થાનના બાડમેરના  ગડરારોડ પોલીસ મથક વિસ્તારમાંથી તેની ઼
ધરપકડ કરી તેને ગુજરાત લાવવામાં આવ્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે, વર્ષ ૧૯૮૨માં એટલે કે ૩૮ વર્ષ પહેલા બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢમાં આવેલી બેંકમાં રાજસ્થાનથી આવેલા ડાકુઓએ ધાડ પાડી હતી. અને બેંકમાંથી રૂપિયા ૧.૩૨ હજારની લૂંટ કરી હતી. આ સમયે બે નાગરિક અને એક કોન્સ્ટેબલની ડાકુઓએ હત્યા કરી દીધી હતી. ત્યારે પોલીસે ધાડપાડુઓને ઝડપી પાડવા તેમનો પીછો કર્યો હતો.  પરંતુ ડાકુઓ પહાડ ખૂંદીને રાજસ્થાનની હદમાં ભાગી જવામાં સફળ રહ્યા હતા. આ ૩૮ વર્ષ જૂના ગુનામાં બનાસકાંઠા પોલીસે લૂંટ અને હત્યાના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી શક્તિદાનસિંહ રાઠોડ (ઉંમર વર્ષ ૬૬) ની રાજસ્થાનના ગડરારોડ વિસ્તારમાં હોવાની માહિતી મળી હતી. જેને લઇને બનાસકાંઠાની એસ.ઓ.જી., એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ રાજસ્થાન ગઈ હતી. જ્યાંથી શક્તિદાનસિંહને ઝડપી ગુજરાત લાવી રહ્યા હતા. ત્યારે તેમના પરિવારે તેમનું
અપહરણ થયું હોવાની બાડમેર પોલીસને જાણ કરી હતી. જેથી રાજસ્થાન પોલીસે બોર્ડરોમાં નાકાબંધી કરી દીધી હતી. અને ગુજરાત પોલીસની ગાડી રોકી હતી. પરંતુ ગુજરાત પોલીસે આરોપીના વોરંટના કાગળો બતાવતા આરોપીને ગુજરાત લાવવામાં આવ્યો હતો.
ગુજરાત પોલીસ વર્ષોથી શોધતી હતી
બાડમેર પોલીસ અધિક્ષક આનંદ શર્માએ જણાવ્યું હતું કે, ૧૯૮૨માં ત્રણ હત્યા અને બેન્ક લૂંટના ગુનામાં બીજાવલ ગામના શક્તિદાનને ગુજરાત પોલીસ વર્ષોથી શોધી રહી હતી. જે બાડમેર જિલ્લાના સરહદી વિસ્તારમાં આરામથી રહેતો હોવાની માહિતી ગુજરાત પોલીસને મળી હતી. જેથી શુક્રવારે વહેલી સવારે આવીને ગુજરાત પોલીસની ટીમે તેને ઉઠાવી લીધો હતો.જોકે ગુજરાત પોલીસે બાડમેર પોલીસને કોઇ જાણ કરી ન હતી. એકાએક શક્તિદાનને ઉઠાવી લેતા આ વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો.

ભૂતકાળમાં ડાકુ રાજસ્થાનના ૪૦ કેસમાં આરોપી હતો
શક્તિદાનસિંહ રાઠોડ ભૂતકાળમાં રાજસ્થાનના ૪૦ કેસમાં
આરોપી હતો. જોકે ૧૯૮૯માં તેને રાજસ્થાનમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. ત્યાર બાદ રાજસ્થાનમાં કોઈ કેસ ન હતો.
પરંતુ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢની બેંક લૂંટ અને હત્યાના કેસમાં તે વોન્ટેડ હતો. જેથી એસઓજીની ટીમે શુક્રવારે સવારે તેની ધરપકડ કરી તેને ગુજરાત લઈ આવ્યા હતા.

Download Our B K News Today App



Related News