ગાંધીનગર મહાનગરપાલિકા અને સી.એન.ફાઇન આર્ટ કોલેજના સંયુક્ત ઉપક્રમે મહાત્મા મંદિરથી ખ-૫ ના માર્ગ પર વિવિધ વિષયોની જાગૃતિ આપતાં વોલ પેઇન્ટીંગ કરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-07 12:22:53
  • Views : 334
  • Modified Date : 2019-12-07 12:22:53

ગાંધીનગર મહાનગરપાલિકા અને સી.એન.ફાઇન આર્ટ કોલેજ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા સર્વેક્ષણ – ૨૦૨૦ અંતર્ગત વિવિધ વિષયોની જાગૃતિ આપતાં વોલ પેઇન્ટીંગ મહાત્મા મંદિરથી ખ-૫ જવાના માર્ગ પર આવેલી દિવાલ પર દોરવામાં આવ્યા હતા.
ગાંઘીનગર મહાનગરપાલિકા અને સી.એન.ફાઇન આર્ટ કોલેજ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન, પોલ્યુશન, કુદરતી સંપદાને બચાવવા અને અન્ય જાગૃતિ આપતાં વિવિધ વિષયોને આવરી લઇ વોલ
પેઇન્ટીંગ દોરવામાં આવ્યા હતા. ફાઇન આર્ટ કોલેજના ૭૦ જેટલા વિદ્યાર્થીઓએ  સવારના ૧૧.૦૦ કલાકના સમયથી મહાત્મા મંદિર અને ખ-૫ જવાના માર્ગ પર
સેકટર-૧૪ અને સાંઇની આવેલી દિવાલ પર પેઇન્ટીંગ દોરવાની શરૂઆત કરવામાં આવી હતી. આ ચિત્રો દોરવાનું કામ આજે સાંજના ૫.૦૦ કલાક સુધીમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું.
આ વોલ પેઈન્ટીંગ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર રીટાબેન કેતનકુમાર
પટેલ, ડેપ્યુટી મેયર નાઝાભાઇ ઘાઘર, મહાનગરપાલિકાના કમિશ્નર  ર્ડા. રતનકંવર ગઢવીચારણ  મહાનગરપાલિકાના નાયબ કમિશનર ભરતભાઇ જોષી અને અન્ય મહાનુભાવો હસ્તે કરવામાં આવ્યું હતું. આ વિદ્યાર્થીઓની આ સુંદર ચિત્રકલાને નિહાળવવા માટે નાગરિકો પોતાના વાહનો લઇ ઉભા રહી ગયા હતા. ચિત્ર દોરવાની વિદ્યાર્થીઓની ઝડપ અને કળા જોઇને મંત્રમુગ્ધ પણ થઇ ગયા હતા. આ માર્ગ પર આવતા જતાં લોકો માટે આ ચિત્રો ધ્યાનકર્ષિત બન્યા હતા.  

Download Our B K News Today App



Related News