પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાભીની સિધ્ધપુર તાલુકાના વિવિધ ગામોમાં જાહેર સભાઓ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-06 07:12:04
  • Views : 469
  • Modified Date : 2019-04-06 07:12:04

પાટણ લોકસભા ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી (ઠાકોર)  ચૂંટણી પ્રચારના
પડઘમ શરૂ કરતા જ સિદ્ધપુર વિધાનસભાના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી જેમાં ભાજપના અને ગુજરાત રાજ્યના જીઆઇડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂત સહિત સ્થાનિક કાર્યકર્તાઓ સાથે ગામે-ગામે ફરી ભાજપને મત આપવા લોકોને અપીલ કરી હતી સાથે સાથે કાર્યકર્તાઓને બુથ લેવલ પર કેવી કામગીરી કરવી તેની પર ચર્ચા કરી હતી ચૂંટણીને લઇ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી (ઠાકોર) અને બળવંતસિંહ રાજપૂતની આગેવાની હેઠળ સિધ્ધપુર તાલુકા માં  સવારે ૯ કલાક થી રાત્રે ૯-૩૦ કલાક સુધી સમગ્ર દિવસ દરમ્યાન વિવિધ ગામોની મુલાકાત લીધી જેમાં  ખોલવાડા, ગણેશપુરા, દેથળી, પુનાસણ, બીલીયા, સમોડા, ગણવાડા, મેળોજ, ગાગલાસણ, ઉમરૂ ત્યારબાદ સિદ્ધપુર શહેરમાં મંડી બજારના ચોકમાં ફુલપુરા જોગણી માં ના મંદિર પાસે અને છેલ્લે સરસ્વતી સોસાયટીમાં છેલ્લી જાહેર સભા કરી પ્રચાર પૂરો કર્યો હતો. આ જાહેર સભામાં વક્તાઓ દ્વારા સરકાર દ્વારા કરવામાં આવેલા વિવિધ વિકાસ કામોથી અવગત કરાવી ભારતીય જનતા
પાર્ટીના ઉવમેદવારને મત આપવાની અપીલ કરી હતી તે દરમ્યાન પ્રચાર-પ્રસારમાં આગેવાન વક્તાઓમાં જીઆઇડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂત, મોહનભાઈ પટેલ, સંમીરભાઈ વ્યાસ, અજીતભાઈ મારફતિયા, વર્ષાબેન પંડ્‌યા, ક્રિષ્નાબેન ઠાકોર, શંભુભાઈ દેસાઈ, મનીષભાઈ આચાર્ય (શેઠ) વિષ્ણુભાઈ પટેલ, ભરતભાઇ મોદી, વિક્રમસિંહ ઠાકોર, જે.ડી.પટેલ, સહિતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પ્રચાર-પ્રસારમાં જોડાયા હતા.

Download Our B K News Today App



Related News