મોદી સરકારે વિવિધ યોજનાઓ હેઠળ ગરીબોનું હિત સાચવવાની શરૂઆત કરી છે ઃ મુખ્યમંત્રી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-08 05:41:51
  • Views : 470
  • Modified Date : 2019-04-08 05:41:51

પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં પાટણ જિલ્લાના રાધનપુર અને હારીજ ખાતે રવિવારના રોજ જાહેર સભા યોજાઇ હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી
રૂપાણીએ જણાવ્યું હતું કે, આ વખતે લોકસભાની ચૂંટણી ચોકીદાર અને ચોરો વચ્ચેની તેમજ હિન્દુસ્તાન અને
પાકિસ્તાન વચ્ચેની છે. જેથી આ વખતની ચૂંટણી વિશેષ ચૂંટણી છે. મુખ્યમંત્રીએ આ વખતની લોકસભા ચૂંટણીમાં ફરી એકવાર મોદી સરકારને જીતાડવા આહ્વાહન કર્યું હતું અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આ વખતની ચૂંટણી દેશ કોના હાથમાં સલામત છે, તે નક્કી કરવા માટે મહત્વની ચૂંટણી છે. આ વખતની ચૂંટણી આંતકવાદને હણનારા અને આંતકવાદને પનાહ
આપનારાઓ વચ્ચે છે. આ વખતની ચૂંટણી રાષ્ટ્રવાદ અને
પરિવારવાદ વચ્ચેની ચૂંટણી છે તો, આ વખતની ચૂંટણી ઇમાનદારી અને બેઇમાનો વચ્ચેની ચૂંટણી છે. ત્યારે પુનઃ એકવાર દેશમાં મોદી સરકાર લાવવા માટે પાટણ જિલ્લાની પ્રજાને અપીલ કરી હતી.
વિપક્ષને આડે હાથ લેતા મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, આ વખતે પણ મોદી સરકાર આવવાની છે.  કોંગ્રેસને ૫૦ વર્ષથી ગરીબો યાદ આવ્યા નથી. હવે રાહુલ બાબા દેશના ગરીબોને ઠાલા વચનો આપીને મત મેળવવા નીકળ્યા છે. જ્યારે મોદી સરકારે વિવિધ યોજનાઓ હેઠળ દેશના ગરીબોનું હિત સાચવવાની શરૂઆત કરી દીધી છે.
આ કાર્યક્રમમાં જીઆઇડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂત,
દિલીપકુમાર ઠાકોર, કે.સી
પટેલ, મયંકભાઈ નાયક તેમજ પાટણ જિલ્લાના ભાજપના હોદ્દેદારો કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સભા બાદ રાધનપુર તાલુકાના અનેક ગામોના ૧૦૦ જેટલા કોંગ્રેસના કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાતા મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ખેસ પહેરાવી તમામ કાર્યકરોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News