ચોરી ઉપરસે સીનાચોરી ડીસાની માધવી ડેરીના માણસો વિવાદમાં સંપડાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-16 11:59:45
  • Views : 372
  • Modified Date : 2020-02-16 11:59:45

ડીસામાં માધવી ડેરી વિવાદમાં સંપડાઇ છે. આ ડેરીમાં શક્કર ટેટીની ગોલ્ડન ગ્લોરી અને તરબૂચની સુગર ૭૪ નામના બિયારણનું ડુપ્લિકેટિંગ થતું હોવાની ફરિયાદના આધારે આ બિયારણની એજન્સીના સંચાલકો તપાસ કરવા ગયા હતા. તે દરમ્યાન માધવી ડેરીના સંચાલકોએ આ શખ્સો પર બેરહેમીથી હુમલો કરી જાનથી મારી નાંખવાની કોશિશ કરી છે.  આ ઘટનાને પગલે સમગ્ર ડીસા શહેરમાં ડેરીના સંચાલકો પર રોષ જોવા મળી રહ્યો છે.
ડીસા શહેરમાં આવેલી માધવી ડેરી પર શક્કર ટેટી અને તરબૂચનું નકલી બિયારણ વેચાતું હોવાની ફરિયાદના આધારે શનિવારે બિયારણ એજન્સીના સંચાલકો ડીસાની માધવી ડેરી પર તપાસ કરવા માટે ગયા હતા. તપાસ દરમ્યાન આ ડેરીમાં નકલી બિયારણ મળી આવતા ઉશ્કેરાયેલા માધવી ડેરીના સંચાલકોએ તપાસ કરવા આવેલા બિયારણની એજન્સીના સંચાલકો પર બેરહેમીથી હુમલો કરી દીધો હતો. આ હુમલામાં બિયારણ એજન્સીના ત્રણ સંચાલકો પર સાતથી આઠ લોકો તૂટી પડ્‌યા હતા અને બેરહેમીથી માર મારવા લાગ્યા હતા. આટલું ઓછું હોય તે એજન્સીના સંચાલકોનું માનીએ તો માધવી ડેરી પર તેમના બિયારણનું ડુપ્લિકેટિંગ કરતાં શખ્સોએ બહારથી ખાનગી માણસો બોલાવીને તેમની પર હુમલો કરીને તેમણે જીવતા સળગાવી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. આ શખ્સોએ બેરહેમીથી માર માર્યા બાદ બિયારણ એજન્સીના સંચાલકોને ઉઠાવીને દુકાનની અંદર લઈ ગયા હતા. આ ઘટના બનતા આ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. એજન્સીના સંચાલકોને ઊંચકીને દુકાનમાં લઈ ગયા બાદ ગણતરીની મિનીટોમાં ઘટનાસ્થળે પોલીસ પહોંચી ગઈ હતી અને આ શખ્સોને ડેરીના સંચાલકોથી મુક્ત કરાવ્યા હતા.
 ડીસામાં ધોળા દિવસે બનેલી આ ચકચારી ઘટના બાદ ડીસાના જલારામ મંદિર નજીક ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ હુમલામાં ભોગ બનનાર બિયારણ એજન્સીના સંચાલકોએ ડીસા ઉત્તર પોલીસ મથકે પહોંચી માધવી ડેરીના સંચાલકો સામે ફરિયાદ આપવાની તજવીજ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News