બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારીએ પ્રાઇવેટ જગ્યાએ તાલીમ ગોઠવતા વિવાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-14 11:36:14
  • Views : 572
  • Modified Date : 2019-05-14 11:36:14

બનાસકાંઠામાં આવેલ તમામ સરકારી હોÂસ્પટલોમાં ફરજ બજાવતી નર્સની તાલીમ પાલનપુર રાખવાની જગ્યાએ
પાલનપુરથી પાંચ કિ.મી. દૂર ડીસા રોડ ઉપર આવેલ ઝાયકા હોટલમાં સીડીએચઓએ પોતાના અંગત સ્વાર્થ માટે ગોઠવવામાં આવતા તમામ તાલીમાર્થીઓને હેરાન થવુ
પડ્‌યું હતું. તેમજ સીડીએચઓ તેમના અંગત સ્વાર્થે માટે ગોઠવ્યાની રજૂઆત પણ આરોગ્યમંત્રીને કરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લામાં જ્યારથી જિલ્લા આરોગ્ય અધિકારી તરીકેનો ચાર્જ એસ.વી.શાહે સંભાળ્યો છે ત્યારથી તેઓ વિવાદમાં ઘેરાયા છે. ૨ મે ના રોજ પાલનપુર ખાતે સ્છછ અને ૈંસ્જીછસ્ અંતર્ગત ઓરીએન્ટેશનની ન‹સગની તાલીમ ગોઠવવામાં આવી હતી. તેમાં તમામ સરકારી હોÂસ્પટલોમાંથી ન‹સગ સ્ટાફ તાલીમમાં આવ્યો હતો. પરંતુ આ તાલીમ જિલ્લા આરોગ્ય અધિકારીએ સરકારી કચેરીઓ સિવાય પ્રાઇવેટ હોટલમાં ગોઠવી હતી અને તે પણ પાલનપુરથી ૫ કિ.મી. દૂર આવેલ ઝાયકા હોટલમાં ગોઠવવામાં આવતા આ તાલીમમાં આવનાર તાલીમાર્થીઓને પાલનપુરથી રીક્ષા ભાડા ખર્ચીને તાલીમ સ્થળે પહોંચવુ પડ્‌યું  હતું. આ તાલીમને લઇને આરોગ્ય વિભાગમાં પણ અનેક વિવાદો ઉભા થવા પામ્યા છે. જેમાં એક અધિકારીએ નામ ના આપવાની શરતે જણાવેલ કે જિલ્લા આરોગ્ય અધિકારીએ પોતાના અંગત સ્વાર્થ માટે આ તાલીમ પાલનપુરથી દૂર ગોઠવી હતી. તેમજ આ તાલીમમાં મોટો ખર્ચ પણ ઉધારવામાં આવ્યા છે અને એક જાગૃત નાગરીકે આ બાબતની તપાસ કરવા માટે આરોગ્ય મંત્રીને લેખિત રજૂઆતો પણ કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News