પાટણ પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખનો વિવાદ ચરમસીમાએ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-08 11:33:04
  • Views : 391
  • Modified Date : 2020-10-08 11:33:04

પાટણ નગરપાલિકાના નવીન બિલ્ડિંગના ઉદ્‌ઘાટન સમારોહની તકતી મામલે ભારે વિવાદ સર્જાયો છે. ત્યારે તકતીમાં પ્રોટોકોલ મુજબના નામ સહિત ઉપપ્રમુખ લાલેશ ઠક્કરનું નામ ન હોઈ ઉપપ્રમુખ દ્વારા રવિવાર સુધીમાં પ્રમુખ દ્વારા તકતીના સુધારણા કરવામાં નહીં આવે તો સોમવારથી
પાલિકામાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પાટણ
પાલિકાના નવીન બિલ્ડીંગનું નાયબ મુખ્યમંત્રી દ્વારા ઉદ્‌ઘાટન કરાયું છે. ત્યારે ઉદ્‌ઘાટન તકતીમાં પ્રોટોકોલ મુજબ સંસદ સભ્ય, ધારાસભ્ય, અને પાલિકા ઉપપ્રમુખ લાલેશ ઠક્કર સહિત ચેરમેનનું નામ ન લખી પ્રમુખ મહેન્દ્ર પટેલ દ્વારા તેમના ભાઈ મનોજ પટેલનું નામ લખાવ્યું હોઈ તકતી નિયમ મુજબ ન બનાવેલ હોઈ તેમાં ફરી સુધારણા કરી નિયમ મુજબ બનાવવામાં આવે તેવી
ઉપપ્રમુખ લાલેશ ઠક્કર દ્વારા માંગ કરવામાં આવી છે. તો બીજી તરફ આ પ્રેસ કોન્ફ્રન્સમાં
ઉપપ્રમુખ લાલેશ ઠક્કરે પાટણ પાલિકાના પ્રમુખ મહેન્દ્ર પટેલ ઉપર ચોંકાવનારા ગંભીર આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે મહેન્દ્ર પટેલ દારૂ પીને
પાલિકામાં પડી ગયા હતા એમનો પગ પણ હાલ ભાગેલો છે. પાલિકા પ્રમુખની કારી કરતૂતો પાટણની પ્રજા સમક્ષ મુકવામાં આવશે તેમ જણાવ્યું હતું અને તેને લઈને લાલેશ ઠક્કરે પ્રમુખનો એક વિડિઓ મીડિયા સમક્ષ વાઇરલ પણ કર્યો હતો. જોકે લાલેશ ઠક્કરના ગંભીર આરોપથી પાટણમાં રાજકારણ ફરી ગરમાયુ છે. જો પ્રમુખ દ્વારા રવિવાર સુધીમાં નવીન બિલ્ડીંગની તકતીમાં સુધારણા કરવામાં નહીં આવે તો સોમવારથી પાલિકામાં સમર્થકો સાથે પાલિકા પરિસરમાં પ્રમુખના વિરોધમાં આંદોલન શરૂ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. ત્યારે પાલિકાના તકતીમાં નામ મામલે પાલિકામાં ફરી વિવાદ સર્જાતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Download Our B K News Today App



Related News