પાલનપુર મુકામે રત્નકલાકારોને ૫૦૦૦ કીટનું વિતરણ કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-28 12:13:43
  • Views : 675
  • Modified Date : 2020-04-28 12:13:43

સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામાનો કરી રહ્યુ છે. કોરોના વાયરસ કોવિડ-૧૯ ના સંક્રમણને ફેલાતો અટકાવવા સરકાર દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. લોકડાઉનના લીધે
પાલનપુર શહેરમાં ચાલતા હીરાના કારખાના પણ બંધ છે અને તેમાં કામ કરતા રત્નકલાકારો લોકડાઉનની
પરિસ્થિતિમાં બેરોજગાર બન્યા છે. આ રત્નકલાકારો માટે મૂળ પાલનપુરના નિવાસી મુંબઇ તેમજ બીજા શહેરોમાં હીરાનો વ્યવસાય કરતા હીરાના
વેપારીઓ અને જેમ એન્ડ જવેલરી નેશનલ રીફીલ
ફાઉન્ડેશન, મુંબઇ દ્વારા
જરૂરીયાતમંદ રત્નકલાકારોને
પાલનપુર મુકામે બનાસકાંઠા સંસદ સભ્ય પરબતભાઇ
પટેલના હસ્તે ૫૦૦૦ રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ
પરબતભાઇ પટેલે જણાવ્યું કે કોરોનાની મહામારીમાં શ્રમિકો, ગરીબો, મધ્યમવર્ગ  સહિતના લોકો અને રત્નકલાકારો ભૂખ્યા ન રહે તેની ચિંતા સરકાર, દાતાઓ અને સેવાભાવી લોકો કરતા હોય છે. તેમણે રત્નકલાકારોને રાશનકીટ આપી મદદરૂપ થનાર જૈનશ્રેષ્ઠીઓ અને દાતાઓની સેવાને બિરદાવતાં જણાવ્યું કે, જૈનશ્રેષ્ઠીઓ અને દાતાઓ હંમેશા દાન
આપવામાં અને બીજાના દુઃખમાં સહભાગી થવાની ભાવના રાખે છે, જે અભિનંદનને પાત્ર છે.
પરબતભાઇ પટેલે કહ્યુ કે કોરોનાની વૈશ્વિક મહામારીમાંથી બહાર આવવા માટે આપણે સૌ સરકારની ગાઇડલાઇન અને સુચનાઓનું પાલન કરીએ તથા સોશિયલ ડિસ્ટન્સ જાળવી ઘરે રહીએ એ પણ મોટી સમાજ સેવા જ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઇના શ્રી પરીખ
ફાઉન્ડેશન, મહેન્દ્ર બ્રધર્સ, જેમ એન્ડ જવેલરી નેશનલ રીલીફ ફાઉન્ડેશન, શ્રી પાલનપુર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ અને શ્રી પલ્લવીયાજી સર્વમંગલ ટ્રસ્ટ, પાલનપુરના સહયોગથી આ રાશનકીટનું વિતરણ કરાયું હતું. રાશનકીટ વિતરણમાં સહયોગ આપનાર હર્ષદભાઇ મહેતા, રાજુભાઇ સોમાણી,
ડો. જયેશભાઇ બાવીશી,
દિલીપભાઇ શાહ, શૈલેષભાઇ મહેતા, ડાયમન્ડ ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ અમૃતભાઇ પટેલ દ્વારા રાશનકીટ વિતરણ કરાયું હતું. જેમાં સારી સંખ્યામાં રત્નકલાકારો ઉપસ્થિત રહી રાશનકીટના લાભાર્થી બન્યા હતા.

Download Our B K News Today App



Related News