ડીસા શહેરમાં વિશ્વેવર મહાદેવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-22 10:55:08
  • Views : 299
  • Modified Date : 2020-10-22 10:55:08

ડીસા શહેરમાં  વિશ્વેવર મહાદેવ આવેલા છે.  આ મહાદેવની સ્થાપનાને નિર્માણની વાત કરવામાં આવે તો તેજગિરી ગોસ્વામી નામના સંત દ્વારા આશરે વિશ એક વર્ષ પહેલા આ શિવાલયની  સ્થાપના કરી હતી. શરૂઆતમાં જ્યારે આ શિવલિંગની સ્થાપના કરી ત્યારે તે માત્ર એક નાના ઓટલા ઉપર બિરાજીને કરવામાં આવી હતી. પરંતુ સમય જતા ધીરે ધીરે આ મંદિરનો વિકાસ કરીને આજે એક સુંદર શિવાલયનું નિર્માણ કરવામાં આવેલું છે અને હાલમાં આ શિવાલયની પૂજા-અર્ચના માનગર ગોસ્વામી દ્વારા કરવામાં આવી રહી છે. હાલમાં આ વિસ્તારના તમામ લોકો અહીં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક આ ભોલેનાથના દર્શન કરવા માટે નિત્યક્રમ એ પધારતા હોય છે. સાથે સાથે માનગર ગોસ્વામી દ્વારા શ્રાવણ મહિનામાં આ શિવલિંગની વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે અને યજ્ઞ યોજી પ્રસાદીનું વિતરણ કરતા હોય છે.

Download Our B K News Today App



Related News