વિકાસની વ્હારે ગુજરાત ..! ગાંધીનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં વધારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-19 11:56:57
  • Views : 404
  • Modified Date : 2020-06-19 11:56:57

વિકાસ કરતા ગુજરાતમાં વધુ એક વિકાસનો નિર્ણય ગઈકાલે કરવામાં આવ્યો. રાજ્યમાં વર્ષના અંતે મહાનગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે. ત્યારે ગતરોજ રાજ્યની તમામ મહાનગરપાલિકામાં નવું સીમાંકન કરવામાં આવ્યું હતું. ભાજપ કયા સમયે કઈ જાહેરાત કરવી અને કેવી રણનીતી બનાવી તેનાથી સારી રીતે વાકેફ છે. જેના ભાગરૂપે ગાંધીનગરની હદ વિસ્તારમાં વધારો કરતું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં ૬ મહાનગરપાલિકા એટલે કે અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ અને ગાંધીનગરની હદ વિસ્તારમાં વધારો કરતું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે બીજી બાજુ લોકોને ગામનું અસ્તિત્વ જોખમમાં ન આવે તેની પણ ચિંતા જોવા મળી રહી હતી. મહાનગરપાલિકાના વિસ્તારમાં વધારો કરવાની રણનીતી ગણા સમયથી ચાલી રહી હતી. જેના ભાગરૂપે ગઈ કાલે સતાવાર નોટીફિકેશન બહાર
પાડીને જાહેર કરવામાં આવ્યું હતું. ટૂંક સમયમાં હવે મહાનગરપાલિકાની ચુંટણીઓનો દોર શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે વિકાસના વેગને ગતી આપતા સરકારે આ નિર્ણય કર્યો હોવાનું લોકોનું માનવું છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં ૧ નગરપાલિકા સહિત ૧૮ ગ્રામ પંચાયત તેમજ ૭ ગામની
ટી.પી.સ્કીમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાનો વિસ્તાર વધતા હવે નગરપાલિકાના વોર્ડમાં પણ વધારો થશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News