ડીસા તાલુકાના ફાગુતરા ગામે આવેલ હનુમાનજીના મંદિરે દર્શનાર્થીઓનો ઘસારો વધ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-14 12:52:49
  • Views : 187
  • Modified Date : 2021-11-14 12:52:49

 

ડીસા તાલુકાના ફાગુતરા ગામે આવેલ હનુમાનજીના મંદિરે દર્શનાર્થીઓનો ઘસારો વધ્યો હતો. હિન્દુ ધર્મમાં શક્તિ ભક્તિ અને આસ્થાનું એક અનેરૂ મહત્વ રહેલું છે ખાસ કરીને હિંદુ ધર્મના લોકો દેવી-દેવતાઓમાં સૌથી વધુ માનતા હોય છે જેના કારણે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આવેલા અનેક પૌરાણિક મંદિરો ખાતે લોકો દર્શનાર્થે જતા હોય છે ત્યારે ડીસા તાલુકાના ફાગુતરા ગામે પણ હનુમાનજી નું વર્ષો પોરાણિક મંદિર આવેલું છે મંદિરે દર શનિવારે હનુમાનજીના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે અને પોતાની રાખેલી બાધા આખડીઓ પણ મંદિરે આવી પૂર્ણ કરે છે કહેવામાં આવે છે કે મંદિરે જે પણ લોકો બાધા આખડીઓ રાખે છે તેમની મનોકામના હનુમાનજી પૂર્ણ કરે છે જેના કારણે ડીસા સહિત બનાસકાંઠામાંથી મંદિરે દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે. આજે પણ શનિવારના દિવસે મોટી સંખ્યામાં ફાગુતરા ગામે આવેલ હનુમાનજીના મંદિરે દર્શન કરવા માટે લોકોની ભીડ જામી હતી અને હનુમાનજીના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી.

Download Our B K News Today App



Related News