ડીસાના વીરેન પાર્ક ખાતે પાણીના નિકાલ માટે પાલિકા પ્રમુખ દ્વારા વિઝીટ કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-22 12:27:28
  • Views : 275
  • Modified Date : 2022-04-22 12:27:28

ડીસાના વીરેન પાર્ક ખાતે પાણીના નિકાલ માટે પાલિકા પ્રમુખ દ્વારા વિઝીટ કરાઈ

 

ડીસા નગરપાલિકામાં જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે ત્યારથી ડીસા શહેરના અનેક વિકાસના કામો થઇ રહ્યા છે ખાસ કરીને શહેરના વિકાસ માટે લોકોને સ્વચ્છતા પાણી રોડ અને લાઈટની ખાસ જરૂરિયાત હોય છે ત્યારે હાલમાં ડીસા નગરપાલિકાના ઉત્સાહી પ્રમુખ રાજુભાઇ ઠક્કર દ્વારા ડીસા શહેરના તમામ વોર્ડમાં લોકોને પડતી સુવિધાઓને દૂર કરવા માટે અભિયાન શરૂ કરવામાં આવી છે આ અભિયાન થકી ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર દ્વારા તમામ વિસ્તારોમાં રૂબરૂ મુલાકાત કરી તેમને પડતી મુશ્કેલીઓનું નિવારણ લાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ડીસાના વિરેન પાર્ક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સોસાયટીનું ગંદુ પાણી ગટર બ્લોક થઈ જતા બહાર નીકળતું હતું જેના કારણે વિરેન પાર્ક સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી સ્થાનિક લોકો ગંદકીથી હેરાન પરેશાન થઈ રહ્યા હતા આ બાબતે સ્થાનિક લોકોએ ડીસા નગરપાલિકામાં પ્રમુખ રાજુભાઈ ઠક્કર ને જાણ કરતાં તેઓ તાત્કાલિક પોતાની ટીમ સાથે વિરેન પાર્ક વિસ્તારમાં પહોંચ્યા હતા ત્યારે રોડ પર બનાવેલ ગટરનું મેઈન ટાંકુ કચરાના કારણે બ્લોક થઇ ગયું હતું જેથી પાણીનો કોઈ જ પ્રકારે નિકાલ થતો ન હતો તેના કારણે સોસાયટીમાં અનેક જગ્યાએ ધંધો પાણી બહાર નીકળવાના કારણે સોસાયટીના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા તારે આજે ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર દ્વારા પાણીના નિકાલ માટે તાત્કાલિક નગરપાલિકાની ટીમ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યાં પાણીની અવરજવર થતી હતી તે તમામ ગટરોની સફાઈ કરાવી ઘણા સમયથી વિરેન પાર્ક ના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા તે તકલીફ દૂર કરવામાં આવી હતી લાંબા સમય બાદ ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા તથા વિરેન પાર્ક ના સ્થાનિક લોકોએ પણ પાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કરનો આભાર વ્યક્ત કર્યો હતો

Download Our B K News Today App



Related News