ડીસા તાલુકાના જૂનાડીસા ગામે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા માલધારી સેલ ના સહ સંયોજક દેસાઇની આગેવાની હેઠળ મુલાકાત કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-14 15:06:45
  • Views : 207
  • Modified Date : 2022-04-14 15:06:45

ડીસા તાલુકાના જુનાડીસા ગામે બનાસકાંઠા જિલ્લા માલધારી સેલ ના સંયોજક જયેશભાઈ દેસાઈની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં જુનાડીસા ખાતે સસ્તા અનાજની દુકાન પર

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત અંત્યોદય, બીપીએલ અને એન. એફ. એસ.એ યોજના વાળા લાભાર્થીઓની મળતી વિવિધ રાશન કાર્ડ ધારકોને જુનાડીસા ગામે આવેલ ભરતભાઈ મોદીના સસ્તા અનાજની દુકાનેથી રાશન વિતરણ કરવામાં આવ્યું તેમજ કોરોના કાળ દરમિયાન એમને ફ્રી માં મળેલ વિવિધ લાભો અને ગરીબ કલ્યાણ  યોજનાના લાભો વિશે તેમની સાથે ચર્ચા કરવામાં આવી, તેમને મળતા સરકારશ્રીના લાભોથી સંતુષ્ટ જોવા મળ્યા અને સરકારશ્રીનો આભાર વ્યક્ત કરો,

આજના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા માલધારી સેલ સહ સંયોજક જયેશ દેસાઈ ની આગેવાની સાથે વશરામજી ઠાકોર, ખેમચંદભાઈ મહારાજ, ઉદાભાઈ માળી, સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા,

Download Our B K News Today App



Related News