ડીસાની એન્જલસ સ્કૂલના વિદ્યાર્થીઓએ વિશ્વ ઉર્જા દિવસની ઉજવણી કરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-29 10:52:12
  • Views : 409
  • Modified Date : 2019-12-29 10:52:12

સમગ્ર વિશ્વભરમાં 28 ડિસેમ્બરના રોજ વિશ્વ ઉર્જા દિવસ તરીકે મનાવવામાં આવે છે.જેમાં આજના સમયમાં દિવસે ને દિવસે ટેકનોલોજીનું પ્રમાણ વધતા ઉર્જાનો વધુમાં વધુ ઉપયોગ થઈ રહ્યો છે. જેના કારણે આજે ઉર્જાનું સ્તર ધીરેધીરે ઓછું થઈ રહ્યું છે. જેના કારણે ભવિષ્યમાં ઊર્જા બચી શક્તિ ન  હોવાથી લોકોએ ઉર્જા વગર મોટી સમસ્યાનો સામનો કરવો પડશે. ત્યારે 28 ડિસેમ્બરના દિવસે ઠેરઠેર વિશ્વ ઉર્જા દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે ડીસામાં પણ એક ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ ઉર્જા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા ઊર્જા બચાવવા માટેના વિવિધ બેનરો સાથે વિશાળ રેલી કાઢવામાં આવી હતી. જેમાં લોકો ઉર્જાનો ઉપયોગ ઓછો કરે છે. જેના કારણે ઉર્જા બચી શકે તેવા બેનરો સાથે લોકજાગૃતિની રેલી નિકાળવામાં આવી હતી. આ રેલી શાળાએથી નીકળી સાઈબાબા મંદિર પહોંચી હતી. જે રેલીમાં શાળામાં અભ્યાસ કરતા બાળકો અને શિક્ષકો પણ જોડાયા હતા.

Download Our B K News Today App



Related News