વિશ્વ આરોગ્ય દિવસની અનોખી ઉજવણી કરતી પાલનપુરની જીવલક્ષ્મી સંસ્થા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-08 06:37:06
  • Views : 469
  • Modified Date : 2019-04-08 06:37:06

જિલ્લાના એચ. આઈ. વી. ગ્રસ્ત વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે વિશ્વ આરોગ્યદિનની ઉજવણી કરીને બાળકોને જીંદગી જીવવાની હુંફ આપી.
પાલનપુર ખાતે સેવાકીય પ્રવૃતિઓ ચલાવતી જીવલક્ષ્મી ફાઉન્ડેશન નામની સંસ્થા દ્વારા વિશ્વઆરોગ્ય દિવસની ઉજવણી પાલનપુર સિવિલ ખાતે કરવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લાના એચ.આઈ.વી. ગ્રસ્ત વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ જોડે એચ.આઈ.વી. જેવી બિમારી સાથે જીવતા લોકોને કેટલા પડકાર હોવા છતાં સામાન્ય વ્યક્તિની જેમ જીવી શકે એ માટે પ્રેરણાત્મક કિસ્સાઓની ચર્ચા કરી એમનું મનોબળ મક્કમ કરવાનો પ્રયત્ન કર્યો. તથા આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં હેલ્ધી ખોરાક અને ઓનટાઈમ દવાઓ લઈ સ્વસ્થતા કેળવવાની ચર્ચા કરી. ભણતરનું મહત્વ સમજાવ્યું. ડ્રોપ આઉટનું રિજોઈનીંગ થાય એ માટે કન્વીન્સ કર્યા.
‘દિકરાને ભણાવશું પણ દિકરી ભલે બકરા ચારતી' ની મેન્ટાલીટી ધરાવતા એક પિતા સાથે વાકયુધ્ધના અંતે દિકરીને પણ ભણાવવાની બાંહેધરી લીધી. અને વિદ્યાર્થીઓને અભ્યાસને લગતી સ્ટેશનરી કીટ આપવામાં આવી હતી અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
 આ કાર્યક્રમમાં જીવલક્ષ્મી ફાઉન્ડેશનના પ્રમુખ કિન્નરીબેન પટેલ, બનાસ એન.પી.+ સંસ્થાના નરેશભાઈ સોની તેમજ સિવિલ હોÂસ્પટલના ડોકટર, સ્ટાફ અને વાલીઓ હાજર રહી આ સુંદર કામગીરીને બિરદાવી હતી.


Download Our B K News Today App



Related News