બનાસકાંઠા જિલ્લામાં વિશેષ વ્યવસ્થા કરાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-23 06:11:28
  • Views : 480
  • Modified Date : 2019-04-23 06:11:28

 લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ માટે તા.૨૩ એપ્રિલના રોજ મતદાન યોજાનાર છે. આ દિવસે દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે અને પોતાના અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. દિવ્યાંગ મતદારોની સુવિધા માટે બનાસકાંઠા જિલ્લામાં કુલ-૧૨૦ મતદારો માટે  ૭૦ વ્હીલચેરની વિવિધ મતદાન બુથ ઉપર સુવિધા પુરી પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. ૪૪૭ દિવ્યાંગો માટે ૧૭૫ એન.એસ.એસ.ના સ્વયંસેવકોની સાથી સહાયક તરીકે વ્યવસ્થા કરવામાં આવી છે. ૧૦૯૯ દિવ્યાંગ મતદારોને દિવ્યાંગ મતદાતા સહાયક વાહન મારફત પરિવહનની સુવિધા પુરી પાડવામાં આવશે. જેમાં દિવ્યાંગ મતદારો, ૮૦ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા મતદારો તેમજ ૧૦૦ વર્ષથી ઉપરની ઉમરના અશક્ત અને વૃધ્ધ દિવ્યાંગ મતદારોનો સમાવેશ થાય છે. દરેક વિધાનસભા વિસ્તાર દીઠ દિવ્યાંગ મતદાતા સહાયક વાહન મુકવામાં આવશે. દિવ્યાંગ મતદાતા સહાયક વાહનમાં દિવ્યાંગ ક્ષેત્રે કાર્ય કરતા વિશિષ્ઠા શિક્ષક સેવાઓ બજાવશે. તેમજ આ વાહનમાં વ્હીલચેર-૧, સ્વયંસેવક-૧ તેમજ અલ્પ દ્રષ્ટીવવાળા મતદાતાઓ માટે મેગ્નીફાઇડ ગ્લાસની વ્યવસ્થા કરવામાં આવી છે. આ દિવ્યાંગ મતદાતાઓને પરિવહન માટે આર.બી.એસ.કે.ની ટીમના ૬૪ વાહનો મારફતે નિયત રૂટમાં આવતા દિવ્યાંગ મતદાતાઓને પરિવહનની સુવિધા પુરી પાડવામાં આવશે. આમ કુલ-૬૪ આર.બી.એસ.કે. ટીમ વાહન અને પી.ડબલ્યુ.ડી. વાહન મળી કુલ-૭૫ વાહનો મારફતે પરિવહન સુવિધા પુરી પાડવામાં આવશે. દરેક વિધાનસભા વિસ્તારદીઠ એક દિવ્યાંગ બુથ ઉપર વ્હીલચેર, રેમ્પ, રીલીંગ જેવી સુવિધાઓ પુરી પાડવામાં આવનાર છે તેમ બનાસકાંઠા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મનીષ જોષીએ જણાવ્યું છે.


Download Our B K News Today App



Related News