બનાસકાંઠા જિલ્લામાં વિવિધ માંગણીઓને લઈ આંગણવાડી બહેનોની વિશાળ રેલી સાથે વિરોધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-09 11:18:52
  • Views : 438
  • Modified Date : 2020-01-09 11:18:52

બનાસકાંઠા જિલ્લાની આંગણવાડીઓમાં ફરજ બજાવતી બહેનોએ તેમની વિવિધ માંગણીઓને લઈ બુધવારે પાલનપુર ખાતે રેલી યોજી હતી. જોકે, તંત્ર દ્વારા રેલીને મંજૂરી ન આપી સાત આગેવાન બહેનોને પોલીસના વાહનમાં કલેકટર કચેરીએ આવેદનપત્ર માટે લવાયા હતા. બીજી તરફ અન્ય બહેનોએ સુત્રોચ્ચાર સાથે વિશાળ રેલી યોજી કલેકટર કચેરી પહોંચી હતી. આ ઘટનાક્રમને પગલે ભારે ઉત્તેજના પ્રસરી જવા પામી હતી.
બનાસકાંઠા જિલ્લાના
પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, ડીસા, લાખણી, દિયોદર, ભાભર,
 કાંકરેજ, થરાદ, વાવ અને સુઈગામ તાલુકાની આંગણવાડીઓમાં ફરજ બજાવતી બહેનોએ પોતાના વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે અગાઉ સરકારમાં રજૂઆતો કરી છે. ધરણાં સહિતના કાર્યક્રમો આપ્યા છે. પરંતુ સરકાર દ્વારા ઉકેલ લવાતો નથી. ત્યારે બુધવારે પાલનપુર ખાતે રેલી યોજવાની હતી. જેના માટે સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં મોટી સંખ્યામાં બહેનો એકત્ર થઇ હતી. જોકે, તંત્ર દ્વારા રેલીને મંજૂરી ન આપતાં આંગણવાડી બહેનોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. જ્યાં આંગણવાડી કર્મચારી સભા ગુજરાતના પ્રમુખ ચંપાબેન
પરમાર સહિત અગ્રણી બહેનોએ સરકાર વિરોધમાં ભારે સુત્રોચ્ચાર કરી કલેકટરને આવેદનપત્ર આપવાનો આગ્રહ રાખતાં આખરે  સાત આગેવાન બહેનોને પોલીસના વાહનમાં કલેકટર કચેરીએ આવેદનપત્ર માટે લવાયા હતા.  પાલનપુર ખાતે પણ સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં એકત્ર થયેલી બહેનોએ વિરોધ કરતાં જ ૧૦૦ જેટલી આગેવાન બહેનોની
પોલીસે અટકાયત કરી હતી. જોકે બાદમાં કલેકટર કચેરી
પાસે તેઓને છોડી મૂકવામાં આવી હતી. ત્યારબાદ આંગણવાડી બહેનો એકત્ર થઇ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆતો કરી પોતાના પડતર પ્રશ્નો મુદ્દે જિલ્લા કલેકટરને આવેનદપત્ર આપ્યું હતુ. પોતાની માંગણીઓ નહીં સંતોષાય તો આગામી સમયમાં આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. 

Download Our B K News Today App



Related News