વિરપુર પંથકમાં કપાસના પાકમાં ગુલાબી ઇયળોના ઉપદ્રવથી ઉચાટ જોવા મળી રહ્યો છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-24 17:07:21
  • Views : 356
  • Modified Date : 2019-11-24 17:07:21

ગોંવીરપુર જલારામધામ પંથકમાં ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેમાં એકબાજુ અતિવૃષ્ટિ જેવો વરસાદ સાથે માવઠાની અસર જોવા મળી રહી છે. જેને કારણે મગફળી,કપાસ જેવા પાકોમાં પહેલેથી જ નુકશાન ખેડૂતોએ ભારે આશાએ કાળી  મજૂરી કરીને કપાસનો પાક ઉગાડ્યો હતો.જેના ઝીંડવામાં ગુલાબી ઈયળો થઈ જતા ચાલુ વર્ષે કપાસનો પાક સારો ઉતરવાની આશા પર પાણી ફરી વળ્યું હતું. જેમાં જગતના તાત કહેવાતા ખેડૂતોએ કાળી મજૂરી કરી દિવસ-રાતના ઉજાગરા કરી દીકરાની જેમ પોતાના ખેતરોમા કપાસના પાકનું જતન કર્યું અને તેઓના ખેતરોમાં કપાસ પણ લીલોછમ લહેરાવા લાગ્યો. જેથી ખેડૂતોને ખૂબ સારા પાકની મોટી આશા  બંધાણી હતી. પરંતુ કપાસમાં જેવા ઝીંડવા આવ્યા તે સાથે જ ગુલાબી ઈયળો દેખા દેતા ખેડૂતોની સારા પાકની આશા ઉપર જાણે પાણી ફરી વળ્યું અને ગુલાબી ઈયળો એક-બે ઉભારોના કપાસના નહિ પણ સમગ્ર ખેતરમાંના પાકમાં તેમજ સમગ્ર પંથકના કપાસમાં થઈ જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.જેમાં વીરપુરના ખેડૂતોએ તેમજ કૃષિ તજજ્ઞએ જણાવ્યું હતું કે ગુલાબી ઈયળો કપાસના ઝીંડવાની અંદરનો ગર્ભ ખાઈ સેળવી નાખે છે માટે કપાસના પાક ઉપર ગમે તેટલી જંતુનાશક દવાઓનો છટકાવ કરીએ તો પણ  ઝીંડવામાં  રહેલી ગુલાબી ઈયળો મરતી નથી કે કોઈ દવા તેને અસર કરતી નથી. જેમને કારણે કપાસના પાકને બહુ જ નુકસાન કરી પાક સેળવી નાખે છે. 

Download Our B K News Today App



Related News