આયુર્વેદિક ડોકટરોને સર્જરીની છૂટના વિરોધમાં હડતાલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-12 11:44:41
  • Views : 300
  • Modified Date : 2020-12-12 11:44:41

ભારત સરકાર દ્વારા આયુર્વેદિક ડોક્ટરોને કેટલાક ઓપરેશન કરી શકે એવી
છૂટછાટ અપાતો કાયદો બનાવ્યો છે. જેનો એલોપેથિક તબીબો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર ભારતની સાથે સાથે બનાસકાંઠા જિલ્લામાં ઈએમએના ડોકટરોએ ભેગા મળી ડીસા અને પાલનપુર જિલ્લા સેવાસદન ખાતે દેખાવો યોજી અને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
પાલનપુરમાં  ૧૨ કલાક સુધી તમામ ડોકટરોએ તબીબી કામકાજથી અળગા રહી હડતાળ રાખી હતી. કોવિડ તેમજ ઇમરજન્સી સિવાય તમામ કામ બંધ રાખ્યું હતું. ડીસા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ  હેતલબેન ગોહિલે જણાવ્યું હતું કે, તાજેતરમાં સરકાર દ્વારા જે કાયદો બનાવવામાં આવ્યો છે જે સદંતર ખોટો છે. અમે આયુર્વેદનું સન્માન કરીએ છે આયુર્વેદિક તબીબોનો કોઈ વિરોધ નથી પણ જેની જે કામગીરી છે. તે પ્રમાણે તાલીમ આપવામાં આવી છે.
ડીસાના પણ ૨૦૦થી પણ વધુ ડોકટરો આ વિરોધ પ્રદર્શનમાં જાેડાયા હતા અને સૌ પ્રથમ જાહેર રસ્તા ઉપર આયુર્વેદિક તબીબના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. જે બાદ ડોક્ટરોએ વિશાળ રેલી કાઢી હતી. અને ડીસાના નાયબ કલેકટરને આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા આયુર્વેદિક તબીબોના તમામ નિયમો રદ કરે તેવી માગણી કરી હતી.

Download Our B K News Today App



Related News