ડીસા નગરપાલિકાના રાજકારણમાં ભાજપ પક્ષના લોકોના વિરોધાભાષી નિવેદનો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-03 11:42:50
  • Views : 725
  • Modified Date : 2020-06-03 11:42:50

ડીસા નગરપાલિકામાં શિલ્પાબેન માળીએ એકાએક ચાર્જ લઈ ભાજપના સંગઠન વાળાઓને સરપ્રાઈઝ આપી તેવું ભાજપના સંગઠનના લાકોના નિવેદન ઉપરથી લાગી રહ્યુ છે.  મીડિયામાં શિલ્પાબેનના પ્રમુખ પદના ચાર્જને લઈ ડીસા શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ બ્રહ્મભટ્ટે નિવેદન આપ્યું કે શિલ્પાબેન ચાર્જ લેવાના છે તે અંગે મને કોઈ જાણ નથી. આજ રીતે ચાર્જમાં રહેલા ઈન્ચાર્જ પ્રમુખ કાન્તીભાઈ સોનીએ પણ ઓફ ધ રેકોર્ડ આવો જ જવાબ આપેલો. બી.કે.ન્યૂઝ દૈનિકે ભાજપના ડીસા નગરપાલિકાના અને જિલ્લાના ઝોન પ્રભારી ભારતસિંહ ભટેસરિયાને પૂછયુ ત્યારે તેમણે પણ એવું જ જણાવ્યું કે હમણાં જ ખબર પડી. એનો મતલબ એવો પણ શિલ્પાબેન ચાર્જ લેવાના છે તે અંગે જાણતા નથી. આ બાબતે બી.કે.ન્યૂઝ દૈનિકે જ્યારે શિલ્પાબેન માળીને પૂછયું તેમણે જવાબ આપ્યો કે દસ દિવસ અગાઉ અમે અમારા નગરપાલિકાના નિમાયેલા નિરીક્ષકો અને જિલ્લા મહામંત્રી અમરતભાઈ દવે અને ભાજપ જિલ્લા પ્રમુખ કેશાજીને સમયસર અને ઘણી વખત તો વારંવાર વાત કરેલ. છેલ્લે અમોએ અમારા
 નિરીક્ષકો કે જેઓ અમને સૂચના આપી રજા ઉપર ઉતરવાનું જણાવેલું તેમને અમે જ્યારે ફરીથી ચાર્જ લેવાની વાત કરી ત્યારે તેમણે અઠવાડીયુ રાહ જાવાની વાત કરી પરંતુ એમનો કોઈપણ જવાબ નથી આવ્યો. આધારભૂત સૂત્રો દ્વારા આવી વિગતો મળતી હોય ત્યારે પ્રજા અને મીડિયા સત્ય જાણવાનો પ્રયત્ન કરતું હોય છે. બી.કે.ન્યૂઝ દૈનિકે ઝોન પ્રભારી ભારતસિંહ ભટેસરીયાને તેમના મોબાઈલ નં. ૯૪૨૬૬૦૯૭૮૮ ઉપર ૩.૧૯ અને ૩.૨૯ બે વખત વાત કરવાનો પ્રયાસ કર્યો. ૩.૧૯ એે ટૂંકી વાત અને મુદ્દો સમજ્યા બાદ અવાજ નથી આવતો એવુ કહી હું તમને ફોન કરું છું ફરી ૩.૨૯ એ ફરી ફોન કરતા તેમનો મોબાઈલ ઉપાડેલ નહીં. ત્યારબાદ બનાસકાંઠા જિલ્લા મહામંત્રી અને ડીસા નગરપાલિકાના સદસ્ય અમરતભાઈ દવેને પણ મો.નં. ૯૪૨૭૫૪૫૦૮૩ ઉપર ૩.૨૭ કોલ કરેલ પરંતુ તેમનો મોબાઈલ સ્વીચઓફ આવ્યો હતો. આમ નગરપાલિકાના રાજકારણમાં જે લોકમુખે ચર્ચા થાય છે, એ ઉપર જણાવેલ છે. આમ ભાજપના મોવડી મંડળ અને શિલ્પાબેનના નિવેદનો વચ્ચે વિરોધાભાષ જણાય છે.
શા માટે એક જ પક્ષના લોકો એકબીજાની વાત સમજી શકતા નથી. જે સદસ્યના કથિત આરોપસર શિલ્પાબેન માળીને ઉતારવામાં આવ્યા હતા. શું એ સદસ્યો ભ્રષ્ટાચારથી અલિપ્ત  અને નીતિમત્તામાં શ્રેષ્ઠ છે. અથવા એમની કઈ રજૂઆતો હતી જેનાથી શિલ્પાબેનનું શાસન ભારતીય જનતા પાર્ટીનું શાસન પાર્ટીનું નામ ડુબોડતી હતી. હકીકતમાં ડીસા નગરપાલિકાને સંગઠન અને ધારાસભ્યના યુદ્ધને પછાડવા મેદાન બનાવવામાં આવ્યું છે. જ્યારે પ્રવિણભાઈ માળી પ્રમુખ હતા ત્યારે પણ આમાંના જ કેટલાંક કોર્પોેરેટર વારંવાર પ્રવિણભાઈના વિરૂધ્ધ રજૂઆત કરતા હતા અને જ્યારથી શશીકાંતભાઈ પંડયા ધારાસભ્ય બન્યા ત્યારથી સંગઠન અને શશીકાંતભાઈ વચ્ચે અવાર-નવાર જાહેરમાં કે ખાનગીમાં ખેંચમતાણ જાવા મળે છે. આ ખેંચમતાણ જાહેરમાં ડીસા શહેરના સ્મશાનના પુનઃ નિર્માણમાં જ્યારે મુખ્યમંત્રી ડીસા શહેરમાં આંટો મારી બારોબાર જતા રહ્યા ત્યારે બહાર આવી એજ રીતે નાનાજી દેશમુખ બગીચાનો મુદ્દો પણ આજ ખેંચમતાણનો એક ભાગ છે. કેટલાંક કોર્પોરેટરો સંગઠન અને ધારાસભ્યની વચ્ચે વૈમનશ્ય વધારવાનો ભાગ ભજવી રહ્યા છે. આજ રીતે ભારતીય જનતા પાર્ટીએ જેમને તેમની યોગ્યતા કરતા પણ વધારે આપ્યું હોવા છતાંય એવા કેટલાંક મોવડી મંડળે પોતાના ગેરકાયદેસર કામો કરાવવા માટે મીડિયા અને મુર્ખ નગરપાલિકાના કેટલાંક સદસ્યોને હાથો બનાવી પોતાનું કામ કઢાવી રહ્યા છે. ભાજપના નામે ઘણાં વર્ષોથી લાભ લેનાર આ મોવડી મંડળના આગેવાન વારંવાર છેલ્લા દસ વર્ષથી ભાજપના કોઈપણ પ્રમુખ તેમને તાબે ના થાય તો બળવો કરાવવો, તોડફોડ કરાવવી, મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી ભાજપ અને નગરપાલિકાના ભાજપના જ પ્રમુખને બદનામ કરવાનું પસંદ કરે છે. પરંતુ ભાજપના મોવડી મંડળોને કે પક્ષને સ્વાર્થી અને ભ્રષ્ટાચારી તેમજ વારંવાર  મીડિયાનો ઉપયોગ કરી ભાજપ અને નગરપાલિકાના પ્રમુખનું નાક દબાવવાનું દેખાતુ નથી. પક્ષ આ આગેવાનથી સંમોહિત થયેલો છે. ભાજપને આ આગેવાનના કરતૂત દેખાતા નથી. આ જ આગેવાનના નેજા હેઠળ શહેર સંગઠન તેમજ જિલ્લાના કેટલાંક હોદ્દેદારો ભાજપને જ બદનામ કરવાનું કામ કરતા હોય છે. કયારેક સોશિયલ મીડિયા તો કયારેક સોશિયલ મીડિયા તો કયારે મીડિયાનો ઉપયોગ કરવા ટેવાયેલા આ અગ્રણીને હજુ ભાજપ કેટલો મોટો બનાવે છે તે જાવાનું રહ્યુ.
બંધ બેસતી ટોપી કોઈએ પહેરવી નહીં, અને જા પહેરવી હોય તો અમને કહેવા આવવું નહીં. આ માત્ર પ્રજામાં ચર્ચાતી આધાર વગરની કામની માહિતી જે પ્રજાનો અવાજ બની શકે તે રીતે ભાજપના મોવડી મંડળને પહોંચાડવાનો પ્રયત્ન છે. આ વાતોનો કોઈ આધાર અમારી પાસે નથી. 

Download Our B K News Today App



Related News