દેશમાં વધી રહેલા મહિલા અત્યાચાર મામલે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-01 11:12:57
  • Views : 524
  • Modified Date : 2020-11-01 11:12:57

છેલ્લા કેટલાક સમયથી બળાત્કારના કેસોમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે બનાસકાંઠામાં આમ આદમી પાર્ટીએ વધતા જતા બળાત્કારના કેસોને લઈને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે અને સરકારની ગાઈડલાઈન મુજમ સોસિયલ ડિસ્ટન્સ જાળવી વિરોધ પ્રદર્શન કર્યું હતું  ત્યારે પાલનપુર પશ્ચિમ
પોલીસ દ્વારા તમામ કાર્ય કર્તાઓની અટકાયત કરવામાં આવી હતી અને આ તમામ કાર્યકર્તાઓની અટકાય કરી
પશ્ચિમ પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા.
ગુજરાતમાં રોજે રોજ બળાત્કારની ઘટનાઓ ર્નિમમ પણે વધી રહી છે ! છેલ્લા બે વર્ષ દરમ્યાન ૨૭૦૦ જેટલી બળાત્કારની ઘટનાઓ ઘટી છે ! ઓક્ટોબર મહિના દરમ્યાન પણ લગભગ રોજે રોજ બળાત્કારની ઘટનાઓ જોવા મળી છે. ગુજરાત બળાત્કારનું હબ બનવા જઈ રહ્યું છે ! ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળી ગયાં છે. મહિલાઓ - બાળાઓ સુરક્ષિત નથી. સરકાર સંવેદનહિન બની છે. તેવું પ્રદેશ સંગઠન મંત્રી રમેશ નાંભાણીએ જણાવ્યું હતું. ગુજરાતની ભાજપ સરકાર વોટની રાજનીતિ કરે છે .જ્યારે કોઈ લોકો કે પક્ષ ન્યાય માટે અવાજ  ઉઠાવે છે તો તેમનો અવાજ દબાવવામાં આવે છે ત્યારે  હવે અમે કરીશું કામની  અને ન્યાયની રાજનીતિ  તેવું જિલ્લા કાર્યકારી અધ્યક્ષ મેલાજી ઠાકોરે  જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News