દિયોદર તાલુકામાં શિક્ષકોએ સરકાર સામે વિરોધનો હુંકાર ભર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-24 11:59:18
  • Views : 381
  • Modified Date : 2019-10-24 11:59:18

ગુજરાત રાજયમાં ૨૦૧૦ અને તે પછીની ભરતીના
શિક્ષકોનો ૪૨૦૦ ગ્રેડ પે બાબતે અને ૨૮૦૦ ગ્રેડ પે ના વિરોધમાં સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લાના દરેકે દરેક તાલુકાની પ્રાથમિક શાળાઓમાં તારીખ ૨૩ /૧૦ /૨૦૧૯ ના રોજ બેનર દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. તે મુજબ દિયોદર તાલુકામાં પણ
શિક્ષકોએ  ૨૦૦૯ ની ભરતી વાળા શિક્ષકોને ૪૨૦૦ ગ્રેડ પે અને  ૨૦૧૦ની ભરતીવાળા ઓને ૨૮૦૦ ગ્રેડ પે ! આતો તો કેવો ન્યાય કહેવાય  એમ જણાવી વિરોધમાં પ્લેકાર્ડ બતાવી અને જો આગામી દસ દિવસમાં સરકાર તરફથી ૪૨૦૦ ગ્રેડ પે બાબતે કોઈ નિકાલ નહી આવે તો ગાંધીનગરમાં ૨૦૧૦ અને તે
પછીના શિક્ષકો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવશે.
૪૨૦૦ગ્રેડ પે બાબતે ૨૦૧૦ અને તે પછીના શિક્ષકો કોઈપણ પ્રકારની બાંધછોડ કરવા માટે તૈયાર નથી અને ૨૮૦૦ ગ્રેડ પે કોઈપણ ભોગે સ્વીકારવાના નથી એમ દિયોદર તાલુકાના શિક્ષકોએ પણ વિરોધ દર્શાવી હુંકાર ભર્યો હતો અને સરકાર સામે લડત માટે તૈયાર હોવાનું જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News