રાજસ્થાનનો બખાળો ગુજરાતમાં પહોંેચ્યો ગુજરાતના રાજભવન ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ કરે તે પહેલાં જ પોલીસે અટકાયત કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-28 11:22:05
  • Views : 414
  • Modified Date : 2020-07-28 11:22:05

રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત વિધાનસભા ગૃહ બોલાવવાની માગ કરી છે પરંતુ કોરોનાના કારણે વિધાનસભા નહીં મળે તેવી રાજસ્થાનના ગવર્નર દ્વારા સૂચના આપવામાં આવી હતી. રાજસ્થાનમાં કોંગ્રેસના પ્રમુખ અને નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલોટના કારણે રાજસ્થાની ગેહલોત સરકાર પર સંકટ તોળાઈ રહ્યું છે અને સરકાર
પાડવાના પ્રયાસો કરી રહ્યાં છે, ત્યારે સરકાર બચાવવાના પ્રયાસોમાં કોંગ્રેસ દ્વારા દેશના તમામ રાજ્યોના રાજભવન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના રાજભવન ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ કરે તે પહેલાં જ પોલીસે અટકાયત કરી હતી
કેન્દ્ર સરકાર સત્તા લાલચુ હોવાના દાવા કર્યા હતાં સાથે જ જ્યારે કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરવા સર્કીટ હાઉસની બહાર
પહોંચી ગયાં અને ત્યારબાદ તેઓ રાજભવન બાજુ જાય તે
પહેલાં જ ગાંધીનગર પોલીસ દ્વારા તમામ ધારાસભ્યો કાર્યકર્તાઓ સહિત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રમુખ અમિત ચાવડાની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસના પ્રવક્તા મનુ સંઘવી દ્વારા પત્રકાર પરિષદ યોજીને સમગ્ર દેશમાં તમામ રાજ્યના રાજભવન ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ
પક્ષના નેતા અને કોંગ્રેસના પ્રમુખોને વિરોધ પ્રદર્શન કરવાની સૂચના આપવામાં આવી હતી તેને ધ્યાનમાં લઈને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અમિત ચાવડા વિરોધ પક્ષના નેતા
પરેશ ધાનાણી સહિતના ધારાસભ્યોએ અને કાર્યકર્તાઓએ  સોમવારે ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતે
પત્રકાર પરિષદ યોજીને કેન્દ્ર સરકાર ઉપર આક્ષેપો કર્યા હતાં.
ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના વાયરસને ધ્યાનમાં લઈને
રાજકીય અને જાહેર મેળાવડા
 પર પ્રતિબંધ છે. આ દરમિયાન કોંગ્રેસ પક્ષના પ્રદર્શન કરતા ધારાસભ્યો અને નેતાઓ વિરૂધ્ધ કઈ રીતની કાયદેસરની કાર્યવાહી કરવી તે બાબતે ગાંધીનગર ડી.વાય.એસ.પી. એમ.કે. રાણાએ જણાવ્યું હતું કે રાજભવન ખાતે વિરોધ કરનારાની તમામની અટકાયત કરવામાં આવી છે. જ્યારે ઉપરી અધિકારીઓ પાસે માર્ગદર્શન લઈને વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News