શિહોરી વકીલ મંડળે લાલ પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-07 11:33:16
  • Views : 420
  • Modified Date : 2019-11-07 11:33:16

ઠરાવ તીસ હજારી કોર્ટ દિલ્હી ખાતે પોલીસ દ્વારા વકીલો ઉપર પોલીસ દમન
ગુજારવામાં આવેલ છે. જેને શિહોરી વકીલ મંડળ સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને તા. ૬-૧૧-૧૯ના રોજ આ બાબતનો વિરોધ પ્રદર્શિત કરવા વકીલ મંડળના સભ્યોએ લાલ પટ્ટી ધારણ કરી બપોરે કલાક ૧૨ઃ૦૦ વાગે કોર્ટ કમ્પાઉન્ડમાં પોલીસ દમનના વિરોધમાં સુત્રોચ્ચાર શિહોરી બાર એસોસિએશન દ્વારા તીસ  હાજારી કોર્ટમાં દિલ્લી પોલીસ દ્વારા વકીલો પર લાઠીચાર્જ અને ગોળીબાર કરવામાં આવેલ તેના વિરોધમાં લાલપટ્ટી ધારણ કરી  વિરોધ દર્શાવ્યો.
શિહોરી બાર એસોશિયનના પ્રમુખ ડી.ડી. રાવળના  અધ્યક્ષસ્થાને તીસ હજારી કોર્ટ દિલ્લી કોર્ટમાં દિલ્લી પોલીસ દ્વારા વકીલો પર લાઠીચાર્જ અને ગોળીબાર કરવામાં આવેલ. જેમાં કેટલાંક વકીલ  મિત્રો ગંભીર રીતે  ઘાયલ થયેલા જે ઘટનાને બાર કાઉન્સીલ ઓફ ગુજરાત સખત શબ્દોમાં વખોડી કાઢે છે. તેમજ રાજયના તમામ ધારાશાસ્ત્રીઓ દ્વારા  લાલપટ્ટી બાધીને વિરોધ પ્રસ્થાપિત કરવામાં આવેલ. જેના સદર્ભમાં શિહોરી બાર એસોસિએશન દ્વારા દિલ્લી પોલીસના વિરૂધ્ધમાં દિલ્લી પોલીસ હાય-હાયના શિહોરી કોર્ટ કમ્પાઉન્ડમાં સુત્રોચ્ચાર કર્યા હતા.

Download Our B K News Today App



Related News