કોરાના સામે લડતું ગાંધીનગર, થીમ સાથે ચ - માર્ગ ઉપર સંદેશાત્મક વિરાટ ચિત્ર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-27 12:28:31
  • Views : 744
  • Modified Date : 2020-04-27 12:28:31

કોરાના સામે લડતું ગાંધીનગરની થીમ પર ગાંધીનગરના હાર્દસમા ચ – માર્ગ પર વિધાનસભાની સામેના ભાગે વિશાળ સંદેશો આપતું ડ્રોઇંગ દોરવામાં આવ્યું છે. આ ડ્રોઇંગ પૂર્ણ કરવામાં અંદાજે ૩૦ કલાક જેટલો સમય લાગ્યો છે. તેવું ચિત્ર બનાવનાર અમદાવાદના ચિત્રકાર શ્રી નાગર પ્રજાપતિ અને રાજુભાઇ શ્રીમાળીએ જણાવ્યું છે.
ચિત્રકાર નાગર પ્રજાપતિ અને રાજુભાઇ શ્રીમાળીએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વ સહિત ભારત દેશ કોરોના વાયરસ સામે લડી રહ્યો છે. ત્યારે  તમામ નાગરિકો પોતાની શક્તિ મુજબની મદદ કરી રહ્યાં છે. કોરોના વાયરસને નાથવા માટેની લડાઇના સૈનિક બની રહ્યાં છે. ત્યારે મારી પાસે રહેલી કળાનો ઉપયોગ કરીને અમે બન્ને જણાએ આજે કોરાના સામે લડતું ગાંધીનગર વિષયની થીમ પર વિરાટ ચિત્રનું નિર્માણ કર્યું છે.
ચિત્રની માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે, આ વિરાટ સંદેશો આપતું ચિત્ર કદાચ ભારતમાં સૌથી મોટું ચિત્ર હશે, તેવો દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ કોરોના વાયરસના સંદેશાત્મક ચિત્રની લંબાઇ ૫૦૦ ફૂટ અને પહોળાઇ ૪૦ ફૂટ છે. આ ચિત્ર વોશેબલ ફલોરિંગ કલરમાંથી બનાવવામાં આવ્યું છે. ૪૫ લિટર જેટલો કલર આમા વપરાયો છે. સમગ્ર ચિત્ર અમેં બન્ને સાથે પ્રકાશભાઇ બોડાણા, અશોક પંચાલ સહિત અન્ય બે વ્યક્તિ મળી કુલ – ૬ વ્યક્તિઓની ૩૦ કલાકની મહેનત બાદ પુર્ણ થયું છે.
આ ચિત્રમાં કોરોના વાયરસ સામે લડવાની જાગૃતિ આપતાં ધરમાં રહો, સુરક્ષિત રહો, એક મીટરનું અંતર જાળવો, માસ્ક ફરજિયાત પહેરો, સેનિટાઇઝર – સાબુથી હાથ ધોવો, સામાજિક અંતર જાળવો, જાહેરમાં ન થકવું જેવા સૂત્રોનો પણ અદૂભૂત રીતે સમાવેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં મિસાલ રૂપ આ ચિત્ર છે.

Download Our B K News Today App



Related News