સોસાયટીમાં સામાન્ય વરસાદે પાકા રસ્તાના અભાવે ખાડા ભરાયા, લોકોએ ધરણાની ચીમકી આપી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-29 19:04:01
  • Views : 429
  • Modified Date : 2019-07-29 19:04:01

ડીસા: વીરેન પાર્કમાં છેલ્લા દસ વર્ષથી પાકા રસ્તાનો અભાવ સામાન્ય વરસાદે મુખ્ય રસ્તા પર પાણી ભરાતા તળાવ ભરાયા જેવી સ્થિતિ સર્જાઈ હતી. વાહન ચાલકો તથા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. પાલિકા અહીં પાકો રસ્તો નહી બનાવે તો સ્થાનિકો ઉચ્ચકક્ષાએ રજુઆત કરશે તથા જરૂર પડે ધરણા કરવાની ચીમકી આપી હતી.
વર્ષોથી વીરેન પાર્કના મુખ્ય માર્ગની બિસ્માર હાલત જોવા મળી રહી છે. આ માર્ગ પર મોટા ખાડા જોવા મળી રહ્યા છે. જેમાં નજીવા વરસાદમાં આ માર્ગ પર જાણે તળાવ ભરાયું હોય તેવી સ્થિતિ સર્જાય છે. પરિણામે ગર્ભવતી મહિલાઓ શાળાના બાળકો સહિત વાહન ચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. જેના કારણે આ સોસાયટીના રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.
વીરેન પાર્કમાં અંદાજિત 100 કરતા મકાન ધારકો મુશ્કેલી વેઠી રહ્યા છે.આ માર્ગે પાકો રસ્તો બનાવવા નગરપાલિકામાં બે થી વધુ વખત રજુઆત કરવા છતાં તંત્ર સાંભળતું નથી, ત્યારે આંખ આડા કાન કરી રહેલા તંત્ર સામે સોસાયટીના રહીશો બાંયો ચડાવી છે.

Download Our B K News Today App



Related News