સુરેન્દ્રનગર લોકસભા સમાવિષ્ટ વિરમગામ શહેરમાં ભાજપ દ્વારા કાર્યાલયનું ઉદ્‌ઘાટન કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-17 05:52:50
  • Views : 488
  • Modified Date : 2019-04-17 05:52:50

સુરેન્દ્રનગર લોકસભા સમાવિષ્ટ વિરમગામ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી કાર્યાલયનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. ભારતમાતાની તસવીર પાસે દીપ પ્રાગટ્ય કરીને ભાજપના ચૂંટણી કાર્યાલયનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં  વિરમગામના પૂર્વ ઘારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલ, વજુભાઇ ડોડીયા, શહેર ભાજપ નરેશભાઇ શાહ,  કિરીટસિંહ ગોહીલ સહિત ભાજપના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વિરમગામ શહેરમાંં શરૂ કરવામાં આવેલ ભારતીય જનતા પાર્ટીના  ચૂંટણી કાર્યાલયમાં કાર્યકર્તાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત હિલ્મ નિહાળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વિરમગામ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર ડો. મહેન્દ્ર મુંજપુરાના કાર્યાલયના ઉદ્‌ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનના સંઘર્ષની ફિલ્મ બધા કાર્યકર્તાઓને યુવા મોરચાના પ્રમુખ હિતેશ મુનસરાએ બતાવી હતી.


Download Our B K News Today App



Related News