અમીરગઢ તાલુકા ના ગરાસિયા ગામે ટોળા નો હિંસક હુમલો કર્યો જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-11 10:53:17
  • Views : 196
  • Modified Date : 2022-06-11 10:53:17


આદિવાસી સમાજ ના લોકો ના ટોળા મકાનો મા તોડફોડ કરી આગચંપી નોવિડિયો વાયરલ થયો હતો


અમીરગઢના રબારીયા ગામે બે દિવસ અગાઉ ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં એક યુવતીની મૃતદેહ મળી આવ્યો હતો જેને લઇ તેના પરિવારજનો તેના મૃતદેહને રબારીયા ગામેથી તેના મિત્રના ઘરે લઈ ગયા હતા અને ત્યાં ચડોતરું કરી ઘરમાં તોડફોડ કરી હતી જોકે આગચંપી કરી દેતા નાસભાગ મચી જવા પામી હતી તેના બાદ યુવતીને અંતિમવિધિ તેના મિત્રના ઘરે કરવામાં આવી હતી બનાવના પગલે અમીરગઢ પોલીસ શહીદ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા


બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ રબારીયા ગામની યુવતી તેના મિત્ર સાથે લગ્ન માં ગઈ હતી જે દરમિયાન મંગળવારના તેનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં ઝાડ સાથે લટકતો જોવા મળ્યો હતો યુવતીના પરિવારજનોએ તેના મિત્રોના ગામમાં ગરાસીયા પુરા ગયા હતા અને ચડોતરું કરી યુવતીના મિત્ર ઘરે ટોળાએ મકાન સહિત ઘરમાં પડેલા સમાન સામગ્રી તોડફોડ કરી મોટું નુકસાન પહોંચાડ્યું હતું જે બાદ મૃતદેહની ત્યાં અંતિમવિધી કરાઈ હતી સમગ્ર ઘટનાને લઇને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા પણ પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે થોડી પહોંચ્યા હતા સમગ્ર શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું જો કે બનાવને લઇ અમીરગઢ પોલીસ દ્વારા 70 જેવા લોકો પર કાયદેસર કરવામાં આવી છે જેમાંથી 10 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે જેવું અમીરગઢ પોલીસ દ્વારા જાણવા મળ્યું છે જુગા સમગ્ર ઘટના ના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છેa

Download Our B K News Today App



Related News