ગાંધીનગરમાં સહિયર ગ્રુપ દ્વારા ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-14 11:42:20
  • Views : 398
  • Modified Date : 2020-04-14 11:42:20

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો હાહાકાર છે. ત્યારે ગાંધીનગર શહેરીજનોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે કેપિટલ ક્રિએટિગ ગ્રુપ અને સહિયર ગ્રૂપ દ્વારા ઉકાળો બનાવી પીવડાવવાની અલાયદા વ્યવસ્થા કરવામાં આવી છે. ગાંધીનગરના જરૂરિયાતમંદ ગરીબ પરિવારોને કિટૂસ વિતરણ કરવાનું પણ કામ આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યુ છે.
ગાંધીનગર સહિયર ગ્રુપના મુકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ બન્ને સંસ્થાઓ દ્વારા ગાંધીનગર શહેરના વિવિધ સેકટરોમાં જઇ આ ઉકાળો બનાવવામાં આવે છે. ત્યાં રહેતા રહીશોને આ રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉકાળો પીવડાવવામાં આવે છે. આ ઉકાળો બનાવવા માટે અમારા બન્ને ગ્રુપના સભ્યો નક્કી થયેલા સ્થળે પહોંચી જાય છે. ત્યાં જ બનાવી આસપાસના રહીશોને પીવડાવે છે. નિયમિત રીતે હાલમાં એક સેકટરના એક વિભાગના ૫૦૦ જેટલા માણસોને આ ગરમ ગરમ ઉકાળો પીવડાવવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં સેકટર-૨,૩ અને ૪ ના એ,બી,સી. અને ડી વિભાગમાં આ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે. છેલ્લાં બે દિવસથી ગાંધીનગરના સેકટર-૭ માં આ ઉકાળો બનાવી વિતરણ કરવામાં આવી રહ્યો છે. 
આ ઉકાળામાં સરળતાથી પ્રાપ્ત થાય તેવી સરગવો, લીમડાનો ગળો, ગોળ, તુલસીના પાન, સૂકી મેથી
પાઉડર, સંચર પાઉડર, લવીંગ, મરી, હળદર, અજમો, આદુ, લીબું અને ફૂદીનો જેવી વસ્તુઓ નાખીને બરાબર ઉકાળવામાં આવે છે. એક ધાર કરીને આ નવશેકો ઉકાળો પીવાથી શરીર રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ ઉકાળો તમામ સેકટરના વાસીઓને વિનામૂલ્યે
આપવામાં આવે છે. તે ઉપરાંત આ બન્ને ગ્રુપ દ્વારા ગાંધીનગર શહેરમાં જરૂરિયાતમંદ ગરીબ
પરિવારોને કિટૂસનું વિતરણ કરવામાં આવે છે. એક કિટૂસમાં ૩ કિલો ઘઉંનો લોટ, ૧ કિલો ચોખા, ૧ કિલો દાળ અને ૧ કિલો તેલ મુકવામાં આવે છે. અત્યાર સુધીમાં આવી ગાંધીનગર શહેરના ૩૦૦ જેટલી કિટૂસનું  શ્રમિકો અને ગરીબ પરિવારને વિતરણ કરવામાં આવી છે. હજુ આવી ૫૦૦ કિટૂસ તૈયાર કરવાની કામગીરી ચાલુ છે. જે જરૂરિયાતમંદો હશે, તેમને અમારા ગ્રુપના સભ્યો દ્વારા ચોકસાઇ કરીને આપવામાં આવે છે.
આ ઉમદા કાર્યમાં ઇફકોના પરેશ પટેલ સહિત સહિયર ગ્રુપ અને કેપિટલ ક્રિએટિવ ગ્રુપના મુકેશ મારૂ, અશ્વિન સુહાની,  એચ.એમ.વાધેલા સહિત અનેક મિત્રો કામ કરી રહ્યા છે. સલામ છે આ સેવાભાવી સેવકોને.

Download Our B K News Today App



Related News