૬૦ લાખ APL કાર્ડધારકને ૧૩મીથી વિના મુલ્યે અનાજ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-11 11:26:25
  • Views : 484
  • Modified Date : 2020-04-11 11:26:25

રાજ્યના ૬૦ લાખ એપીએલ-૧ કાર્ડધારકોને તા. ૧૩ એપ્રિલથી વિનામૂલ્યે અનાજ વિતરણનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં ગત બુધવાર તા. ૮ એપ્રિલે મળેલી વિડીયો
કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકમાં રાજ્યના ૬૦ લાખથી વધુ એપીએલ-૧ રેશન
કાર્ડધારકો-મધ્યમવર્ગીય
પરિવારોને એપ્રિલ માસ પૂરતું વિનામૂલ્યે અનાજ વિતરણનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ પ્રજાહિતલક્ષી ક્રાંતિકારી નિર્ણયના પગલે હવે, રાજ્યભરમાં આગામી તા. ૧૩ એપ્રિલ-ર૦ર૦ થી ૧૭ હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી ૬૦ લાખ એપીએલ-૧ કાર્ડધારકો એટલે કે ર.પ૦ થી ૩ કરોડ જેટલા મધ્યમવર્ગીય લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણનો પ્રારંભ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ નિર્ણયની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીના સચિવ અશ્વિનીકુમારે પ્રચાર માધ્યમો સમક્ષ આપી હતી.

Download Our B K News Today App



Related News