રાજ્યના મહેસુલી કર્મીઓને વીમા સહાય જાહેર કરવા રજૂઆત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-03 14:16:18
  • Views : 423
  • Modified Date : 2020-04-03 14:16:18

રાજ્યના મહેસુલી કર્મીઓને વીમા સહાય જાહેર કરવા રજૂઆત

કોરોના વાયરસના આક્રમણથી બચવા માટે લોકડાઉન જ શ્રેષ્ઠ ઉપાય છે. ત્યારે આ લોકડાઉનમાં જીવના જોખમે કામગીરી કરી માનવતાં મહેકાવતા રાજ્યભરના મહેસૂલી કર્મચારીઓ માટે પણ  આરોગ્ય અને પોલીસ કર્મીઓની જેમ વીમા કે આર્થિક સહાયની જાહેરાત કરવા રજૂઆત કરવામાં આવી છે.ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા આ બાબતે રાજયના મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવને રજૂઆત કરવામાં આવી છે. આ અંગે મહામંડળનાં પ્રમુખ વિરમભાઈ દેસાઈએ જણાવ્યું છે કે, સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના મહામારીની ચિંતાજનક પરિસ્થિતિ છે. જેમાં આ વાયરસનો ફેલાવો અટકાવવા માટે લોકડાઉન જ ઉકેલ છે. આ લોકડાઉનના ચુસ્ત અમલ માટે રાજયના મહેસુલી કર્મચારી અને અધિકારીઓ અનાજના પુરવઠા સાથે શ્રમિકોને રહેવા જમવાની વ્યવસ્થા કરતા હોય છે.આ ઉપરાંત મુક્તિ પાસ, હોમ ક્વોરોન્ટાઈનમાં રહેતા લોકોને ફૂડ પેકેટસનું વિતરણ જેવી કામગીરીમાં મહેસુલી કર્મીઓને લોકસંપર્કમાં રહેવાનું હોય છે. આ પરિસ્થિતિમાં ચેપ લાગવાની સંભાવના પણ રહેલી છે. આથી જીવના જોખમે કામ કરતા દરેક મહેસુલી કર્મીઓને પણ આરોગ્ય અને પોલીસ કર્મીઓની જેમ વીમા કે આર્થિક સહાયની જાહેરાત કરવી જોઈએ. તેમણે રાજય સરકારને આ અંગે સત્વરે જાહેરાત કરી સેંકડો પરિવારોની ચિંતા દૂર કરવા અપીલ કરી છે.


Download Our B K News Today App



Related News