ડીસાના સદરપુર ગામે રેતી ભરેલી ગાડીઓના લીધે ટ્રાફીક જામ થતાં ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-16 11:59:11
  • Views : 218
  • Modified Date : 2022-03-16 11:59:11

ડીસાના સદરપુર ગામે  રેતી ભરેલી ગાડીઓના લીધે ટ્રાફીક જામ થતાં ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો

 

 

શહેરમાં નેશનલ હાઇવે પર  ટ્રાફિક જામ થતાં હોવાનો દ્શ્યો રોજબરોજ જોવા મળતા હોય છે પરંતુ હવે ગ્રામિણ વિસ્તારોમાં પણ સિંગલ પટ્ટી રોડ પર પણ ટ્રાફીક જામ જોવા મળી રહ્યા છે જેનું કારણ છે ગ્રામિણ વિસ્તારોમાં બનાસનદી માથી રેતી ભરેલી ગાડીઓ આજે ડીસા તાલુકાના સદરપુર ગામના બસ સ્ટેન્ડ પર  ટ્રાફિકજામ જોવા મળ્યું હતું જેમાં બે કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી જેમાં ખાસ કરીને રેતી ભરેલી ગાડીઓ ના લીધે અન્ય વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા સ્થાનિકો દ્વારા પણ વહીવટીતંત્ર ની કામગીરી સામે ભારે આકોશ વ્યક્ત કરાયો હતો સ્થાનિકો દ્વારા વારંવાર વહીવટીતંત્ર માં રજુઆત કરી રેતી ભરેલી ગાડીઓ ને બંઘ કરવા માટે લેખિતમાં મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદીન સુધી વહીવટીતંત્ર દ્વારા કોઈજ કાર્યવાહી કરવામાં આવી નથી જ્યારે સ્થાનિકો દ્વારા  પોલીસ તંત્રની ઘોર બેદરકારીના કારણે ટ્રાફીક જામ  સર્જાયો હોવાના આક્ષેપો લગાવી રહ્યા છે આજે બે કિલોમીટર લાંબી મોટી ગાડીઓના કારણે થયું ટ્રાફિકજામને લઈને સ્થાનિકો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો

બનાસકાંઠા જિલ્લામાં સતત અકસ્માત બનાવોમાં થઈ રહ્યો છે વધારો છતાંય તંત્રની કોઈ નક્કર પગલાં લેતું નથી તેવી સ્થાનિક આગેવાન દ્વારા  મીડિયા સમક્ષ ગામના ઈશ્વરભાઈ રબારીએ જણાવ્યું કે  સદરપુર રોડ પર નીકળતી રેતી ભરેલી ગાડીઓ ના લીધે ગ્રામજનોને બહુ તકલીફ પડી રહી છે  ખાણ ખનીજ વિભાગ પોલીસ તંત્ર    ગ્રામિણ મામલતદાર તાત્કાલિક ધોરણે રોજબરોજ થતાં ટ્રાફિક જામને દૂર કરવાની યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં તેવી વિનંતી  કરવામાં આવી રહી છે..

 

Download Our B K News Today App



Related News