ઓરસંગ નદીમાં થતું ગેરકાયદે ખનન ગ્રામજનોએ અટકાવ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-25 14:34:01
  • Views : 99
  • Modified Date : 2023-11-25 14:34:01

છોટાઉદેપુર જિલ્લામાં ફરી ગેરકાયદે ખનનની ઘટના સામે આવી છે. છોટાઉદેપુરના જબુગામમાં ગેરકાયદે ખનન ચાલતુ હતું. ઓરસંગ નદીના પટમાં ખનીજની ચોરી થતી હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો છે. જો કે પહેલા પણ આ નદીમાં ગેરકાયદે ખનન ચાલતુ હોવાનું જાણવા મળ્યું હતું. છોટાઉદેપુરના જબુગામમાં તંત્રને બદલે સ્થાનિકોએ ગેરકાયદે ખનની જાણ કરી હતી.મહત્વનું છે કે, ગ્રામજનોએ ખનીજ ચોરી વિશે તંત્રને જાણ કરી હતી, પરંતુ ખાણ ખનીજના અધિકારીઓ ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. જો કે જબુગામની ઓરસંગ નદીમાં થતુ ગેરકાયદે ખનનને સ્થાનિકોએ અટકાવ્યું હતું. જો કે અધિકારીઓને આ બાબતે જાણ કરતા તેઓ ઘટનાસ્થળે ન આવતા સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળ્યો હતો.

 

Download Our B K News Today App



Related News