પાટણમાં વિદ્યાર્થિની પર ખુની હુમલો કરનાર આરોપીને ગ્રામજનોએ જાહેરમાં સજા આપી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-25 12:28:56
  • Views : 352
  • Modified Date : 2022-07-25 12:28:56

પાટણમાં વિદ્યાર્થિની પર ખુની હુમલો કરનાર આરોપીને ગ્રામજનોએ જાહેરમાં સજા આપી

પાટણમાં શાળાએ જતી દીકરી ઉપર ગઇકાલે સવારે જીવલેણ હુમલાની ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી. ધોરણ 10 માં અભ્યાસ કરતી સરસ્વતી તાલુકાનાં વહાણા ગામની વિદ્યાર્થીની ઉપર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો થયો હતો. જેને લઇ દલિત સમાજના આગેવાનોએ આરોપી વિરૂદ્ધ સખત પગલા લેવા માંગ કરી હતી ત્યારે હવે આજે આ સમગ્ર ઘટનાને લઈ ગ્રામજનોમાં ખુબ જ આક્રોષ જોવા મળ્યો છે. ત્યારે આરોપીને ગામલોકોએ ઝાડ સાથે ઉંધો લટકાવી ઢોર માર માર્યો હોવાનો એક વીડિયો હાલમાં સોશિલય મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જોકે ન્યૂઝ18 ચેનલ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

ખરેખરમાં ગઇ કાલે સવારે પાટણના સરસ્વતી તાલુકાની સગીર વિદ્યાર્થિની પર ખુની હુમલો થયો હતો. પરંતુ આજે વિદ્યાર્થિની પર ખુની હૂમલો કરનાર ઇસમને ગામના લોકોએ ઝાડ સાથે ઉંધો લટકાવીને માર માર્યાનો વીડિયો સામે આવ્યો છે. વાણા ગામની સગીર વિદ્યાર્થિની પર ગામના જ શખ્સે જીવલેણ હૂમલો કરી અઘટિત માંગણીનો મામલે ગામ લોકોને ઘ્યાને આવતા લોકોએ શખ્સને ઝડપી પાડીને જાહેરમા સજા આપી હતી.

ગામલોકોએ શખ્સને બાંધીને જાહેરમા ઝાડ પર ઉંઘા માથે લટકાવ્યો હતો. બાદમાં ગામલોકોએ જ શખ્સને પોલીસ હવાલે કર્યો હતો. ગામના જીવણજી ઠાકોર નામના શખ્સે સગીરા પર જીવલેણ હૂમલો કર્યો હતો. શખ્સે સગીરા પાસે અઘટિત માંગણી પણ કરી હતી. જોકે વિદ્યાર્થિનીએ શખ્સનો પ્રતિકાર કર્યો હતો. વિદ્યાર્થિનીએ પ્રતિકાર કરતા શખ્સે છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો.

ગઇકાલે સવારે આંઠ વાગ્યાની આસપાસ વહાણા ગામથી કોઈટા ગામે શાળાએ જતી વેળાએ રસ્તામાં વિદ્યાર્થીની સાથે આરોપી યુવક દ્વારા બીભત્સ માંગણી કરાઇ હતી. જોકે વિદ્યાર્થીનીએ વિરોધ કરતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને છરીથી હુમલો કર્યો હતો. આરોપીએ ધારદાર હથિયાર વડે વિદ્યાર્થીનીની પીઠ ઉપર ગંભીર ઘા માર્યા હતા અને લોહી લુહાણ હાલતમાં ઘાયલ વિદ્યાર્થીનીને ધારપુર હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાઈ હતી. ઘટનાની ગંભીરતાને લઈ દલિત સમાજનાં આગેવાનો ધારપુર હોસ્પિટલ પહોંચ્યા હતા. સાથે જ દલિત આગેવાનો દ્વારા આરોપી સામે દાખલારૂપ કડક સજા થાય તેવી માંગ કરી હતી.

જોકે આજે આરોપી જીવણજી ઠાકોર નામનો શખ્સ ગ્રામજનોના હાથે ઝડપાઇ ગયો હતો. જે બાદ તેને ઝાડ પર ઊંધો લટકાવીને ઢોર માર માર્યો મારવામાં આવ્યો હતો. તેમજ આરોપીને કાદવ કીચડમાં નીચે પછાડ્યો હતો. જેના વીડિયો પણ હાલ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. હાલમાં વાયરલ વીડિયોના મીડીયા અહેવાલ બાદ પોલીસે કાર્યવાહી શરુ કરી છે. સાથે જ વાયરલ વીડિયોમાં દેખાતા જવાબદાર લોકો સામે કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે.

Download Our B K News Today App



Related News