ડીસામાં લોકોમાતા સમાન બનાસનદીમાં પાણી આવતા ગ્રામજનોએ ફૂલ,કંકુ,ચોખા ,શ્રીફળ અર્પણ કરી વધામણાં કર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-25 14:53:42
  • Views : 398
  • Modified Date : 2022-08-25 14:53:42

 

ભારે વરસાદને પગલે દાંતીવાડા ડેમ છલકાઈ જતા ચાર બારી ખોલી પાણી છોડવામાં આવતા લોકોની આતુરતાનો અંત આવ્યો હતો. 2017 બાદ પાંચ વર્ષ પછી બનાસ નદીમાં પાણી આવતા લોકોની ખુશીનો પાર રહ્યો નથી. ગઈકાલે પાણી છોડ્યા બાદ આજે ડીસા પાસે પણ બનાસ નદીમાં નવા નીર પહોંચ્યા હતા. જેને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. લોકોએ બનાસ નદીમાં નવા નીરના વધામણા કર્યા હતા.

 

બનાસકાંઠા જિલ્લાની લોકમાતા અને જીવાદોરી સમાજ બનાસ નદીમાં નીર આવતા જ લોકોની ખુશીનો પાર રહ્યો નથી ગઈકાલે ડેમમાં પાણી છોડ્યા બાદ આજે ડીસા પાસે બનાસ નદીમાં નવા નીર આવતા જ લોકો તેના વધામણાં માટે ઉમટી પડ્યા હતા અને ફૂલ, કંકુ ચોખા ,શ્રીફળ અર્પણ કરી વધામણા કરી નદીમાં બારેમાસ પાણી ચાલુ રહે તેવી પ્રાર્થના કરી હતી.

 

ફુલ ,કંકુ ,ચોખા તેમજ શ્રીફળ અર્પણ કરી આરતી ઉતારી લોકમાતાના વધામણા કરી બારેમાસ નદી ચાલુ રહે તેવી પ્રાર્થના કરી હતી. બનાસ નદી બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન છે. બનાસ નદીમાં પાણી આવતા હજારો ખેડૂતોને તેનો સીધો જ ફાયદો થશે પાણીના તળ ઊંડા પહોંચ્યા હતા. તે પણ ઊંચા આવશે, જેથી ખેડૂતોને સિંચાઈમાં તેનો મોટો ફાયદો થશે એટલે ખેડૂતોએ પણ બનાસનદી માં નવા નીર આવતા ખુશી વ્યક્ત કરી હતી. પાંચ વર્ષ બાદ દાંતીવાડા ડેમ છલકાતા અને બનાસ નદીમાં નીર આવતા જિલ્લા વાસીઓમાં આનંદ છવાયો છે અને પાણી માટે તરસતા બનાસકાંઠા જિલ્લામાં પાણી ન તળ ઊંચા આવશે અને ફરી હરિયાળી છવાશે તેવું લોકો માની રહ્યા છે.

Download Our B K News Today App



Related News