સ્વર્ગસ્થ પતિની ઈચ્છા પૂરી કરવા માટે બનાસકાંઠામાં આખોલ ગ્રામ પંચાયતમાં વિધવા પત્નીને ચૂંટણી મેદાનમાં ગ્રામજનોએ ઉતાર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-30 12:20:57
  • Views : 608
  • Modified Date : 2021-11-30 12:20:57

છે બનાસ નદીના કિનારે આવેલું ડીસા તાલુકા નું આખોલ ગામ અને ગામમાં અંદાજિત 4000 જેટલા મતદારો છે. વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આખોલ ગામમાં પણ મહા સંગ્રામ સર્જાવાનો છે. અખોલ ના ગ્રામજનોએ સરપંચ તરીકે એક વિધવા મહિલાને ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા છે કારણકે ગામના સામાજિક કાર્યકર વિજુભા પરમાર નું અવસાન થયું છે વિજુભા ગામમાં તમામ સમાજના લોકો ના કામો કર્યા છે અને તેમની ઇચ્છા હતી કે તેમના પરિવારમાંથી કોઇ સરપંચ બનેપરંતુ તેમનું અવસાન થતાં હવે ગ્રામજનોએ તેમની ઇચ્છા પૂર્ણ કરવા માટે તેમની વિધવા પત્ની કમળાબેન પરમાર ને સરપંચ બનાવવા માટે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

ગત વખતે અહીં સરપંચ તરીકે ભરતભાઈ ધૂંખ વિજેતા બન્યા હતા અને વખતે પણ તેઓ ફરીથી ચૂંટણી માં ઉભા રહેવાના છે ત્યારે ગ્રામજનો ચૂંટણી મેદાનમાં જંપલાવી વિધવા મહિલાના હાથ માં ગામની કમાન સોંપવાની તૈયારી કરી દીધી છે તો બીજી તરફ કમળાબેન પશુપાલન કરી પરિવારનું ગુજરાન ચલાવે છે જેથી ગામલોકો ચૂંટણી જીતવા માટે લોકફાળો પણ એકઠો કરી આપવાના છે. કમળાબેન પણ ચૂંટણી જીત્યા બાદ તમામ સમાજ ને સાથે રાખી ગામના વિકાસ ને પ્રાધાન્ય આપવાની વાત કરી હતી.

 

Download Our B K News Today App



Related News