વડોદરાના ડભોઈના વઢવાણા ગામ પાસે રેલવેના અંડરપાસમાં પાણી ભરાતા ગ્રામજનો પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-12 16:47:14
  • Views : 78
  • Modified Date : 2024-03-12 16:47:14

   વડોદરાના ડભોઈના વઢવાણા ગામ પાસે રેલવેના અંડરપાસમાં પાણી ભરાતા ગ્રામજનો પરેશાન છે. ગેટ નંબર 26 પર બનાવેલા અંડરપાસની સ્થિતિ જોઈએ તો ઉનાળામાં પણ ચોમાસું હોય તેવું લાગે છે કારણ કે અહીં કમર સુધી પાણી ભરાયેલા છે. હવે સવાલ એ થાય કે ઉનાળામાં આટલું બધુ પાણી કંઈ રીતે આવે છે. તો ગ્રામજનોનું માનવું છે કે આસપાસના બોરમાંથી આવતું પાણી અહીં જમા થાય છે.વઢવાણા અને પાનખડ ગામ વચ્ચે આવેલા અંડરપાસની આવી સ્થિતિના કારણે ખેડૂતો જીવના જોખમે અંડરપાસ પસાર કરે છે. વધુ પાણી હોય તો ટ્રેક્ટર ચલાવવું પણ મુશ્કેલ બને છે. ક્યારેક તો ખેડૂતોએ બીજા રસ્તે જવાની ફરજ પડે છે જેથી ખેડૂતોએ વધારાનો 3 કિલોમીટરનો ધક્કો ખાવો પડે છે. રેલવે વિભાગ ઝડપથી આ સમસ્યાનો નિરાકરણ લાવે તેવી ગ્રામજનોની માગણી છે.

Download Our B K News Today App



Related News