બનાસકાંઠા જિલ્લાના ભાભર પાસે ફરી એકવાર માઇનોર કેનાલમાં ગાબડું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-17 13:30:24
  • Views : 249
  • Modified Date : 2021-12-17 13:31:40

બનાસકાંઠા જિલ્લામાં જ્યારથી નર્મદાની કેનાલ બનાવવામાં આવી છે ત્યારથી સરહદી વિસ્તારના ખેડૂતોને વાવેતરમાં સારો એવો ફાયદો થઇ રહ્યો છે પરંતુ કેટલીકવાર કોન્ટ્રાક્ટરો દ્વારા બનાવવામાં આવેલ હલકી કક્ષાની કેનાલ ના કારણે વારંવાર કેનાલ તૂટતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે ખાસ કરીને માઇનોર કેનાલમાં પાણી છોડતા ની સાથે જ અનેક જગ્યાઓ પર કાગળની જેમ કેનાલો તુટી રહી છે જેના કારણે સરહદી વિસ્તારના ખેડૂતોને વારંવાર ખેતરોમાં પાણી ભરાઇ જવાના કારણે નુકસાન વેઠવાનો વારો આવે છે આ બાબતે ખેડૂતોએ અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં આજદિન સુધી કેનાલ વ્યવસ્થિત કરવામાં આવી નથી જેના કારણે વારંવાર કેનાલ તૂટી રહી છે ત્યારે આજે ભાભર તાલુકા માંથી પસાર થતી કેનાલમાં વધુ એક ગાબડું પડ્યું હતું ભાભર તાલુકાના રૂણી થી ચેમ્બુવા માઇનોર કેનાલમાં આજે સવારથી જ આવવું પડ્યું હતું તેના કારણે લાખો લિટર પાણી ખેતરોમાં ફરી વળ્યું હતું જેના કારણે ખેતરો પાણીના બેટમાં ફેરવાયા હતા પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતને પોતાના પાકમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો વારંવાર પડી રહેલા ગામડાઓના કારણે ખેડૂતો પણ પરેશાન થઈ રહ્યા છે ત્યારે આ બાબતે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા વારંવાર સુરતી કેનાલ પર યોગ્ય રીપેરીંગ કરવામાં આવે તો જ આવનારા સમયમાં ખેડૂતોને નુકસાન માંથી મુક્તિ મળી શકે તેમ છે.

Download Our B K News Today App



Related News